Surat (GJ-5) માં ભાજપે મોટુ ઓપરેશન પાર પાડ્યું
પાટીદાર સમાજ આ મોટા નેતા ભાજપમાં જોડાશે
કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી
ગુજરાતમાં રાજનીતિની હલચલ વધી રહી છે ત્યારે Surat (GJ-5) માં ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું હોય તેવું સામે આવ્યું છે આગામી 2022માં ગુજરાત માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તમામ પક્ષોએ મોરચો સંભાળી લીધો છે. ત્યારે હવે Surat માં ભાજપ પાટીદાર વિરુદ્ધ પાટીદાર ઉમેદવાર ઉભા રાખવા માટે નવી રણનીતિ તૈયાર કરી છે.
એક એવી ઇલેક્ટ્રિક કાર જેને જોઇને બધાને ખરીદવાની ઈચ્છા થાય, જાણો તે કાર વિશે
Surat (GJ-5) માં ભાજપે મોટુ ઓપરેશન પાર પાડ્યું
Surat (GJ-5) માં ભાજપમાં વધુ એક પાટીદાર નેતા જોડાવાના સંકેત મળી રહ્યા છે પાટીદાર સમાજમાં મોટું નામ ધીરુ ગજેરાનું માનવામાં આવે છે ત્યારે ધીરુ ગજેરા ભાજપમાં જોડાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે જો વાત ધીરુ ગજેરાની કરવામાં આવે તો ધીરુ ગજેરા કોંગ્રેસમાંથી વિધાસભાની ચૂંટણી લડ્યા હતા જે હવે ભાજપમાં જાડાવવા જઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
પાટીદાર સમાજ આ મોટા નેતા ભાજપમાં જોડાશે
Surat માં હાલ વિપક્ષ તરીકે આપ પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે આપમાં પાટીદાર સમાજના અગ્રણીઓ વધુ છે મહેશ સવાણીની સામે ભાજપ ધીરુ ગજેરાને ઉતારી શકે છે તેવું જોવાઈ રહ્યું છે.મહત્વનું છે કે ધીરુ ગજેરા Surat (GJ-5) માં મોટા ઉદ્યોગપતિ હોવાનું મનાઈ છે અને પાટીદાર સમાજ પર ધીરુ ગજેરાનો સારો પ્રભાર હોવાનું મનાઈ રહ્યું છે.