આપણા રાજકોટ માં તારીખ ૨૭.૦૮.૨૦૨૩, શ્રાવણ માસની મોટી એકાદશી ના રોજ; “કેતુ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક” એક નવી પહેલ સાથે સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવા કાર્યરત થયું, કે જેમાં તુલસી ના રોપાઓ નું વિતરણ કરી પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડીયા તથા પ્રવીણ પ્રકાશન પ્રા. લી. ના પ્રભારી ગોપાલભાઈ માકડીયા અને વડીલ જનોના હસ્તે સ્વાસ્થ્ય લક્ષી સંદેશ સાથે ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહ માં વ્યો ફોઉન્ડેશન ના અધ્યક્ષ તથા મહિલા મંડળ અને ગુણાતીત જ્યોત ના મહિલા મંડળે વિશેષ ઉપસ્થિતિ આપી આશીર્વાદ આપ્યા હતા.