PM Modi ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ચાર જિલ્લામાં કાર્યક્રમોમાં આપશે હાજરી
PM Modi 18 એપ્રિલથી ગુજરાત માં ત્રણ દિવસના પ્રવાસે આવશે. ગાંધીનગર, દિયોદર, દાહોદ અને જામનગર માં પીએમ મોદી સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે.
વડાપ્રધાન મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. તેઓ ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલે વડાપ્રધાન મોદી દિયોદરમાં નિર્મિત બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ, અને દૂધ વાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. જામનગરમાં PM મોદીના કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે.
20 એપ્રિલે PM Modi ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારબાદ દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે.
વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમા સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, આવતીકાલે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાશે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું છે. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેરશે. કૉંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો : Good News | ગુજરાત સરકાર ડાંગમાં ટૂંક સમયમાં Tiger Safari Park બનશે