અત્યારે જયારે લગભગ બધું Smartphone પર થાય છે, ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ચુકી છે. એમાં પણ કોરોના કાળમાં જયારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહયા છે ત્યારે 4G કરતા 5G ફોનની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. આ જ કારણ છે કે Smartphone કંપનીઓ પણ માર્કેટમાં નવા-નવા Smartphone લોન્ચ કરી રહી છે. પરંતુ જયારે તમે Smartphone ખરીદો છો, ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
માત્ર નામ જોઈને જ ફોન ખરીદી ન લેવાય. જો તમે પણ સારો 5G ફોન ખરીદવા માંગો છો, તો જાણી લો આ બાબતો –
5G ફોનની સ્પીડ – હાલમાં 4G ફોન કરતા 5G ફોનની કિંમત ઘણી વધારે છે. ત્યારે ફોન ખરીદતા પહેલા એ જાણી લો કે 4G ફોન કરતા 5G ફોન ફાસ્ટ છે કે નહિ. સામાન્ય રીતે 4G ફોન કરતા 5G ફોનની કિંમત પણ વધારે હોય છે અને 5G નેટવર્ક માટે રિચાર્જ પણ મોંઘુ હોય છે, તો આ બાબતને ધ્યાનમાં રાખો.
5G ફોનની બેટરી – 5G Smartphoneમાં બેટરી વધુ ઝડપથી ડિસ્ચાર્જ થાય છે અને ફોન ગરમ થવાની સમસ્યા પણ વધારે આવે છે. એટલે નવા 5G ફોનની બેટરી લાઈફ વિશે જાણકારી પહેલા જ મેળવી લો. 5G ટેક્નોલોજીમાં ડેટા રીસીવિંગ વખતે વધુ બેટરી વપરાય છે. એવામાં મોટી બેટરીવાળો 5G ફોન ખરીદવો, સારો વિકલ્પ રહેશે.
6G પર કામ ચાલુ, 6G આવતા દુનિયા આખી બદલાઈ જશે
ફોનમાં 5G બેન્ડ્સ – ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ થવામાં સમય લાગશે. એવામાં કેટલીક કંપનીઓ સિંગલ બેન્ડ 5G Smartphone ઓફર કરી રહી છે, જે બિલકુલ ભવિષ્ય માટે તૈયાર નથી. આનો અર્થ છે કે સિંગલ 5G બેન્ડવાળા Smartphoneને 4G જેટલી જ સ્પીડ મળશે. એવામાં એ નોંધવું જોઇએ કે તમે જે 5G Smartphone ખરીદી રહ્યા છો તે મહત્તમ 5G બેન્ડ્સને સપોર્ટ કરતો હોય.
વધુ કર્વ્ઝવાળા બેન્ડ્સ – Sub-6Ghz 5G ફ્રીક્વન્સી સપોર્ટ સાથેનો Smartphone ખરીદવો વધુ સારો રહેશે, કારણ કે આ નેટવર્ક્સ વધુ કવરેજ ક્ષેત્ર પ્રદાન કરે છે. આને મિડ-રેન્જ બેન્ડ કહેવામાં આવે છે, જે દરેક રીતે ઉપયોગ માટે યોગ્ય રહેશે.