એક નિવેદનમાં, સરકારે જણાવ્યું હતું કે IT નિયમો, 2021 હેઠળ 7 ભારતીય અને 1 પાકિસ્તાન આધારિત YouTube news channels ને અવરોધિત કરવામાં આવી હતી.
8 YouTube channels – જેના એકંદર views 114 કરોડ થી વધુ હતા – સરકાર દ્વારા ખોટી માહિતી ફેલાવવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. કુલ 8 YouTube channels માંથી 7 ભારતની છે અને 1 પાકિસ્તાનની છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અવરોધિત ચેનલો દ્વારા નકલી, ભારત વિરોધી સામગ્રીનું મુદ્રીકરણ કરવામાં આવી રહ્યું હતું.
આ YouTube channels ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા અંગે ખોટી માહિતી ફેલાવી રહી હતી, એમ સરકારે જણાવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી રાજ્યો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સામગ્રી સંપૂર્ણપણે ખોટી અને સંવેદનશીલ હોવાનું જણાયું હતું.”
7 YouTube channels કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છેઃ
લોકતંત્ર ટીવી, યુ એન્ડ વી ટીવી, એએમ રઝવી, ગૌરવશાલી પવન મિથિલાંચલ, સીટોપ 5ટીએચ, સરકારી અપડેટ, સબ કુછ દેખો. અને પાકિસ્તાન આધારિત ચેનલ “ન્યૂઝ કી દુનિયા” છે જેને બ્લોક કરવામાં આવી છે. લગભગ 85 લાખ યુઝર્સે ચેનલોને સબ્સ્ક્રાઇબ કરી હતી. આ સિવાય એક ફેસબુક એકાઉન્ટ અને બે ફેસબુક પોસ્ટ બ્લોક કરવામાં આવી છે.
આ YouTube channels વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરતા એવું મંત્રાલયે જણાવ્યું હતું અને તેમની સામગ્રીને “અધિકૃત” લાગે છે, ભારતમાં સ્થિત ચેનલો “બનાવટી અને સનસનાટીભર્યા થંબનેલ્સ, ન્યૂઝ એન્કરની છબીઓ અને અમુક TV news channels ના લોગોનો ઉપયોગ કરતી જોવા મળી હતી”. “મંત્રાલય દ્વારા અવરોધિત તમામ YouTube channels તેમના વિડિયો પર કોમી સંવાદિતા, જાહેર વ્યવસ્થા અને ભારતના વિદેશી સંબંધો માટે હાનિકારક ખોટી સામગ્રી ધરાવતી જાહેરાતો પ્રદર્શિત કરી રહી હતી,” સરકારે આગળ રેખાંકિત કર્યું.
ડિસેમ્બરથી, કેન્દ્ર દ્વારા YouTube પરની 102 ચેનલો અને અન્ય કેટલાક social media એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે.
“ભારત સરકાર અધિકૃત, વિશ્વાસપાત્ર અને સુરક્ષિત ઓનલાઈન ન્યૂઝ મીડિયા વાતાવરણ સુનિશ્ચિત કરવા અને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે,” આદેશમાં લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : UK Prime Minister ની રેસમાં Liz Truss, Rishi Sunak કરતા 32 પોઇન્ટ થી લીડમાં: સર્વે