Akhilesh Yadav આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ની ચૂંટણી લડવાની અટકળો પર સમાજવાદી પાર્ટી (SP) એ વિરામ મૂક્યો, અને પુષ્ટિ કરી કે તેમને મૈનપુરીના કરહલ થી મેદાનમાં ઉતારવામાં આવશે. SP ના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે આ જાહેરાત કરી હતી.
આગળ કહ્યું, Akhilesh Yadav સાંસદ છે, અને તે ક્યારેય વિધાનસભા ચૂંટણી લડ્યા નથી. કરહલ 1993 થી સમાજવાદી પાર્ટીનો ગઢ છે.
“હું હવે ઔપચારિક સત્તાવાર જાહેરાત કરી રહ્યો છું. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ મૈનપુરીમાં કરહલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે, અને તેઓ જંગી જનાદેશ સાથે જીતશે,” રામગોપાલ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું જ્યાં અખિલેશ પણ હાજર હતા.
હાલમાં તેઓ આઝમગઢ(Uttar Pradesh) થી સાંસદ છે. પહેલા એવી અટકળો હતી કે, તે ચૂંટણી લડવા માટે આઝમગઢ ની જ કોઈ વિધાનસભા બેઠક પરથી પસંદગી ઉતારશે.
Akhilesh Yadav એ પ્રેસ કોન્ફરન્સમાં જો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સત્તા તો….
Akhilesh Yadav એ કહ્યુ કે, 300 યુનિટ મફત વીજળી આપવાની સાથે સાથે અમારી સમાજવાદી પાર્ટી ના રોજગાર સંકલ્પમાં UPમાં IT સેક્ટરમાં 22 લાખ સીધી રોજગારી ઊભી કરશે
તેમણે એ પણ જાહેરાત કરી કે બરેલીના પૂર્વ સંસદ સભ્ય પ્રવીણ સિંહ એરોન અને તેના ભૂતપૂર્વ મેયર સુપ્રિયા એરોન સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. ગયા મહિને ભારતીય જનતા પાર્ટી છોડનાર રીટા સિંહ પણ આજે સપામાં જોડાઈ ગયા.
Akhilesh Yadav કહ્યું કે જેઓ પાર્ટીમાં સામેલ થશે તેઓ રાજ્યની ચૂંટણી લડશે. તેમણે બરેલી કેન્ટોનમેન્ટમાંથી સુપ્રિયા એરોન અને સંદિલાથી રીટા સિંહની ઉમેદવારીની જાહેરાત કરી.
આ પણ વાંચો : Amar Jawan Jyoti । અમર જવાન જ્યોતિનું મહત્વ અને શા માટે તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જ્યોત સાથે જોડવામાં આવી
જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી અંગેની અટકળો સામે આવી છે, ત્યારથી અખિલેશ પણ 2022ની ચૂંટણી લડશે તેવી વાતો ચાલી રહી છે. યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ ભૂતકાળમાં સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ તેઓ ક્યારેય વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે બંનેએ યુપી વિધાનસભાના સભ્ય બનવા માટે વિધાન પરિષદનો માર્ગ અપનાવ્યો હતો. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે.
કરહલ માં સાત તબક્કાની યુપી ચૂંટણીના ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.
માત્ર એક અપવાદ સિવાય કરહલ 1993થી સમાજવાદી પાર્ટીનો ગઢ છે. 2002ની ચૂંટણીમાં આ સીટ ભાજપના ફાળે ગઈ હતી. કરહલ ના વર્તમાન ધારાસભ્ય Sobran Singh Yadav છે, જેઓ 2002માં સીટ જીત્યા ત્યારે BJP સાથે હતા. 2007 થી, તેઓ SP ની ટિકિટ પર આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.