અરવલ્લી જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરિસ્થિતિ દિવસોદીવસ ગંભીર થઈ રહી છે. બાયડ તાલુકાના બાયડ પછી સાઠંબા નગરમાં પણ ત્રણ દિવસનું સંપુર્ણ સ્વૈચ્છિક લોકડાઊનનો સાઠંબા ના વેપારી મંડળે મામલતદાર, બાયડની ઉપસ્થિતિમાં સાઠંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકડાઊનના પ્રથમ દિવસે સાઠંબા નગરમાં ચાની ચાની કીટલીથી માંડીને લારી ગલ્લા, સ્ટેશન વિસ્તાર, પીપળીબજાર, મેઈન બજાર, ઈન્ડસ્ટ્રીઝ એરીયા, જીન વિસ્તારના તમામ બજારોએ સજ્જડ બંધ પાળ્યો હતો.
સાઠંબા ગામમાં આમ તો આંશિક લોકડાઊનનો અમલ હતો. આગામી ત્રણ દિવસનો સંપુર્ણ લોકડાઊનની જાહેરાત થતાં જ ગુરુવારે સાઠંબા ગામે બજારોમાં લોકો કિડિયારાની જેમ ઉમટી પડતાં હતાં જેથી સંક્રમણનો સંક્રમણનો ભય વધ્યો હતો.