વર્ષ 2021 કોરોના મહામારીને કારણે ઘણું ઉથલપાથલ વળ્યું છે . જોકે, કોરોનાના કહેરનો શેર બજાર પર પણ ઘણો જ ઓછો પ્રભાવ પડ્યો. આમ જોવા જઈએ તો વર્ષ 2021 ફાઇનાન્સ માર્કેટમાં સારી અસર જોવા મળી . મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર 2021માં પોતાના રોકાણકારોને સારું એવું રિટર્ન આપવામાં આવ્યું . તો, બીજી તરફ, સેન્સેક્સે 2021 દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. 72 લાખ કરોડનો ઉમેરો કર્યો. બીએસઇ સેન્સેક્સે આ વર્ષે પહેલી વાર 50,000નો આંક વટાવીને ઈતિહાસ રચી દીધો છે. આ વર્ષે ઘણા મોટા IPO પણ આવ્યા, જેને રોકાણકારોને મોટો benefit થયો . હવે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરી રહ્યા છીએ. તો નિષ્ણાતો પાસેથી જાણી લઈએ કે 2022 માં પૈસા કમાવવા માટે રોકાણકારો ક્યાં રોકાણ કરી શકે છે તેમજ કઈ રીતે મળી શકે છે benefit નવી આવનારી સરકારી યોજનાઓમાં .
વર્તમાન પરિસ્થિતિમાં ક્રિપ્ટોકરન્સી ઝડપથી વધી રહેલા રોકાણ ક્ષેત્રોમાંથી એક છે. ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો માઈનિંગની સાથે સૌથી મોટા રોકાણમાંનું એક સાબિત થયું છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રિપ્ટો કરન્સી રોકાણ વિકલ્પ તરીકે પારંપરિક સંપત્તિથી આગળ નિકળી શકે છે. મનોજ ડાલમિયાના સંસ્થાપક અને નિર્દેશક-પ્રોફિશિઅન્ટ ઈક્વિટીઝ લિમિટેડનું કહેવું છે કે બિટકોઈન, ઇથેરિયમ, ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીએ તાજેતરમાં જ મોટા પ્રમાણમાં રિટર્ન આપ્યું છે.
ડૉ. રવિ સિંઘ-વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ રિસર્ચ-શેરઈન્ડિયા જણાવે છે કે, વર્ષ 2022 માટે પાંચ ટોચના સ્ટોક્સ છે જેમાંથી રોકાણકારોને benefit મળી શકે છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ગેઈલ, HDFC બેન્ક, TCS અને ઓએનજીસીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : PM Kisan Yojana માં 6000 રૂપિયા લેવા હોય તો આ કામ કરજો, સરકારે કર્યો છે મોટો ફેરફાર
રિયલ એસ્ટેટ (Real Estate)
રિયલ એસ્ટેટ એ આજ સુધીના સદાબહાર રોકાણ કરવાના વિકલ્પોમાંથી એક છે. આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં આગઝરતી તેજી આવશે. મનોજ દાલમિયા, સ્થાપક અને નિયામક-પ્રોફિસિયન્ટ ઇક્વિટીઝ લિ.ના જણાવ્યા અનુસાર, જો રોકાણ નાનું હોય તો કોઈપણ REIT’sની શોધ કરી શકે છે.
કો-વર્કિંગ સ્પેસેસ(Co-working spaces)
કોવિડે વ્યાપારી મિલકતને ઘણી અસર કરી છે. જેના કારણે પ્રોપર્ટીના દર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અવંતા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નકુલ માથુરના જણાવ્યા અનુસાર, 2022માં કો-વર્કિંગ સ્પેસની માંગમાં વધારો થવાની ધારણા હોવાથી પરિસ્થિતિને જોતા, તમે અન્ય રોકાણોની સરખામણીમાં ઓફિસ સ્પેસ ખરીદવા અને તેને કો-વર્કિંગ સ્પેસ બનાવવાનું વિચારી શકો છો. તેને ભાડે આપીને મહત્તમ નફો મેળવવાનું લક્ષ્ય રાખી શકો છો.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)
SCSS એ વરિષ્ઠ નાગરિકો માટે એક પોસ્ટ ઓફિસ બચત યોજના છે, જે રોકાણકારોને સુરક્ષા અને નિયમિત આવક આપે છે. આ એક ટેક્સ સેવિંગ પ્લાન જે ઓછા જોખમ વાળા રોકાણનો વિકલ્પ શોધી રહેલા નિવૃત્ત રોકાણકારો માટે બેસ્ટ છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કલમ 80C હેઠળ કરમુક્તિને પાત્ર છે. આ યોજના અંતર્ગત વર્તમાન વ્યાજનો દર વાર્ષિક 7.4% છે.
નેશનલ પેન્શન સ્કીમ (NPS)
NPS ભારત સરકાર દ્વારા તમામ ગ્રાહકોને સેવાનિવૃત્તિ બાદ નિયમિત આવકની સુવિધા માટે શરૂ કરવામાં આવેલ એક નિવૃત્તિ લાભ યોજના છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અધ્યક્ષ સુપ્રતિમ બંદોપાધ્યાયે જણાવતા કહ્યું કે નેશનલ પેન્શન સિસ્ટમે છેલ્લા 12 વર્ષમાં લોકોને સારા benefit તેમજ સારું વળતર આપ્યું છે. શેરઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ રિસર્ચ ડૉ રવિ સિંઘ કહે છે કે તમારી પાસે POP (પોઇન્ટ ઑફ પ્રેઝન્સ), ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન અને ફંડ મેનેજર પસંદ કરવા અથવા બદલવાની સુવિધા છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે વિવિધ પરિસંપત્તિ વર્ગો (ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી સિક્યોરિટીઝ અને વૈકલ્પિક સંપત્તિ) તેમજ ફંડ મેનેજરો સાથે તમારી અનુકૂળતા મુજબ વળતરને ઑપ્ટિમાઇઝ કરી શકો છો અને ટ્રિપલ ટેક્સ benefit ઓફર કરે છે.