સુપ્રીમ કોર્ટે એક દંપતિના ઝઘડા પર સુનાવણી કરતા પતિને બરાબરની ફટકાર લગાવી હતી અને પત્નિનું સન્માન કરવાની સલાહ આપી છે. સાથે જ પત્નિને ઘરે પાછી લઈ જવાનો પણ આદેશ આપ્યો હતો. આ સાથે જ કોર્ટે પતિને ચેતવણી આપતા કહ્યુ હતું કે, Wife નું સન્માન નહીં કરો તો જેલમાં જવુ પડશે અને વિવાદ સમાધાન બાદ પતિને થોડા સમય માટે કોર્ટની નજર હેઠળ રાખવામાં આવશે.
Wifeએ કહી હતી ટોર્ચર કરવાની વાત
મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે બિહારની રાજધાની પટનાના રહેવાસી એક શખ્સની અરજી પર સુનાવણી કરી હતી.
જેને Wife સાથે ઝઘડાને લઈને કોર્ટના શરણે જવુ પડ્યુ હતું. બાદમાં સુનાવણી કરતા કોર્ટે પુછ્યુ હતું કે, શું તે આ પતિ સાથે રહેવા માગે છે. સાસરિયામાં પાછા જવા માગે છે. ત્યારે મહિલાએ કહ્યુ કે, હું જવા માટે તૈયાર છું, પણ બસ મને ટોર્ચર ન કરે.
Wife નું સમ્માન નહીં કરો, તો જેલમાં જવુ પડશે- કોર્ટ
ન્યાયમૂર્તિ સૂર્યકાંતે વ્યક્તિને પૂછ્યુ શું તમે બધા કેસ પાછા લેવા માગો છો. એક તમારા પિતાએ પણ કેસ કર્યો છે. જેના પર વ્યક્તિએ કહ્યુ કે હા હું પાછા લેવા માગુ છું. તો કોર્ટે કહ્યુ કે, જામીન લેવા માટે ક્યાંક નાટક તો નથી કરતા ને. અમે તમને છોડીશું નહીં. અમે આ કેસને મુલતવી રાખીએ છીએ. બધા કેસ પાછા ખેંચો અને એફિડેવિડ આપો. અમે છોડીશું નહીં. નહીંતર તમારે જેલ જવુ પડશે. જે બાદ પતિએ કહ્યુ કે, હું મારી Wife સાથે ખરાબ વ્યવહાર નહીં કરૂ અને શાંતિથી તેની સાથે રહેશે.
કોર્ટે બધા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો
જસ્ટિસ સૂર્યકાંતે વ્યક્તિને કોર્ટમાં કરવામાં આવેલો વાયદો તોડવાની વિરુદ્ધ આગ્રહ કર્યો અને આ બતાવવા માટે એફિડેવિટ દાખલ કરવા માટે બે અઠવાડીયાનો સમય પણ આપ્યો. પોતાની Wife વિરુદ્ધ દાખલ કરેલી તમામ અરજીઓ પાછી ખેંચે. ઘરે જઈ સમ્માન સાથે રહો. Wife નું માન-સમ્માન જાળવો.