રાજ્યમાં વધી રહેલા Corona કેસોને લઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર સતર્ક છે. રાજ્યમાં CORONA સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકાર ને મદદરૂપ થવા રચાયેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની CM Bhupendra Patel ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. તેમા રાજ્યમાં CORONA ની વર્તમાન સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલથી ગુજરાતમાં CORONA ગાઈડલાઈન નું કડક પાલન કરવામાં આવશે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહેલા Task Force ના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ અપનાવવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી
આ તબીબોએ એવો મત દર્શાવ્યો છે કે, સંક્રમણની હાલ જે સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ SMS-સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે.
CM Bhupendra Patel આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં લેશે. એટલું જ નહિ, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી અગાઉ ની 2 લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોના ઝડપથી સૌનું vaccination કરવાની રણનીતિ સરકાર આયોજનબદ્ધ રીતે અપનાવશે તેમ જણાવ્યું હતું.
તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિ માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ અને નો ઉપયોગ કરે તે માટેની સતર્કતા અને રાજ્ય સરકારના પ્રસાર-પ્રચારમાં તબીબો પણ સહયોગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં Health Minister Hrishikesh Patel, Minister of State Nimishabahen તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના તજજ્ઞો DR. V. N. Shah, અમીબહેન પરીખ, તુષાર પટેલ, સુધીરભાઇ શાહ, અતુલ પટેલ, આર. કે. પટેલ અને દિલીપ માવલંકરે કોવિડ-ઓમીક્રોન પેશન્ટસની ટ્રીટમેન્ટના પોતાના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા.
CM Bhupendra Patel એ સમયાંતરે બેઠક યોજી અને આ તજજ્ઞ તબીબો ના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટેસ્ટીંગ, ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યું હતું.
આં પણ વાંચો : Isudan Gadhvi એ કરી પત્રકાર પરિષદ કારણ કે Aam Aadmi Party માંથી એકાએક રાજીનામાં આવ્યા!