સૌરાષ્ટ્ર નો વીજ વપરાશ 6200 મેગાવોટે પહોંચ્યો : આકરા ઉનાળાના કારણે વધતી ડીમાંડ છતાં જળવાતી સપ્લાય
Saurashtra-Gujarat માં કાળઝાળ ઉનાળા વચ્ચે પ્રથમ વખત વીજડીમાંડ 21,000 મેગાવોટ પર પહોંચી છે. આવતા દિવસોમાં હજી ભીષણ ગરમી પડવાની આગાહી છે ત્યારે ડીમાંડમાં વધુ વધારો થવાની આશંકા વચ્ચે વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે.
વીજતંત્ર ના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે, Gujarat માં પ્રથમ વખત વીજ ડીમાંડ 20,993 મેગાવોટને આંબી ગઇ હતી. ગઇકાલે રાજ્યમાં 20,993 મેગાવોટનો વપરાશ થયો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. વીજ ડીમાંડમાં મોટો વધારો થતા સપ્લાય નોર્મલ હોવાને કારણે રાજ્યમાં કોઇ સંકેટ ઉભુ થવાની શક્યતા નથી.
રાજ્યના વીજ મથકોમાંથી 4500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. આ સિવાય 8,000 મેગાવોટ કેન્દ્રીય સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થાય છે. પવન ઉર્જા તથા સૌરઉર્જાનું પણ સારું ઉત્પાદન હોવા ઉપરાંત ખાનગી કંપનીઓ પાસેથી વીજળીઓ મેળવીને સપ્લાયમાં કોઇ વિક્ષેપ ઉભો થતો નથી.
આ પણ વાંચો : RMC દ્વારા પાણીના ગેરકાયદેસર પમ્પિંગને રોકવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે