દેશના કરોડો કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં સરકારે વ્યાજ નાખવાનું શરુ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2020-21 માટે EPFO સેવિંગ પર સરકાર 8.5% વ્યાજ આપી રહી છે. પીએફ ખાતામાં વ્યાજના પૈસા આવ્યા કે નહિ તેને તમે ઘરે બેસી જોઈ શકો છો. એ ઉપરાંત જો તમારા ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ થઇ નથી તો તમે ફરિયાદ પણ કરી શકો છો.
જો તમારા EPFO એકાઉન્ટમાં વ્યાજ નથી આવ્યું તો અહીં કરો ફરિયાદ
એ ઉપરાંત તમને https://epfigms.gov.in/ વેબસાઈટ પર જવું પડશે. આ વેબસાઈટ પર જઈ તમારે Register Grievance પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી પીએફ મેમ્બર, ઈપીએફ પેન્શનર, અધર્સમાં પોતાનું સ્ટેટસ પસંદ કરો, ત્યાર પછી પીએફ ખાતા સાથે જોડાયેલ ફરિયાદ માટે પીએફ મેમ્બર પસંદ કરો. આ તમામ પ્રોસેસ પુરી થયા પછી UNA નંબર અને સિક્યોરિટી કોડ ભરી Get Details પર ક્લિક કરો. UNA સાથે લિંક્ડ ખાતાથી વ્યક્તિગત જાણકારી સામે આવશે.
તે પછી Get OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. ત્યાર બાદ વ્યક્તિગત વિગતો ભર્યા પછી તે પીએફ નંબર પર ક્લિક કરો જેના પર ફરિયાદ નોંધાવવાની છે. તે પછી એક પોપ અપ આવશે. અહીં તમારે PF ઓફિસર, એમ્પ્લોયર, એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ અથવા એક્સ-પેન્શનમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ પર ક્લિક કરો. આ પછી તમારી ફરિયાદ નોંધવામાં આવશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર ફરિયાદ નોંધણી નંબર આવશે.
મિસ્ડ કોલ દ્વારા તમારું બેલેન્સ તપાસો
આ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011 22901406 પર મિસ્ડ કોલ આપો. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું પણ જરૂરી છે. આ નંબર પર Miને કોલ કર્યા પછી તમારું બેલેન્સ આવી જશે.
Whatsapp Screenshot ને બ્લોક કેમ નથી કરતું, જાણો તેની હકીકત….
SMS દ્વારા બેલેન્સ તપાસો
આ માટે તમારો UAN નંબર EPFO સાથે રજીસ્ટર હોવો જરૂરી છે. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ મોકલવાનું રહેશે. આ સેવા અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.