સતત ખાંસી(Cough) ની સમસ્યા રહેતી હોય તો કરો આ ઘરેલૂ ઉપાય
આ ઉપચાર દવાઓ વિના જ ખાંસીને મટાડી દેશે
વાતાવરણમાં ઠંડક અને બફારો હોવાથી શરદી ખાંસી થઈ રહી છે
અત્યારે ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે.
તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. ઉધરસ (Cough)ની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ (Cough) આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી. ઘણાં લોકો રાતે અથવા ઊંઘમાં પણ ઉધરસ (Cough)ની સમસ્યા થતી હોય છે. જેમાં બેદરકારી કરવી નહીં, નુસખાઓ અપનાવ્યા બાદ પણ ફરક ન પડે તો તરત ડોક્ટરને બતાવવું.
ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે.
સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ (Cough) આવવાની સમસ્યા થતી નથી.
મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે.
ઘણાં લોકોને નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.
જો આ લક્ષણો દેખાય તો સમજો તમારા ફેફસા (Lungs) ખરાબ થઇ રહ્યા છે, હળવાશમાં ના લેવું
બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અનેક નુકસાન થાય છે.
રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.