આજે world peanut international અગ્રણી બ્રોકર Mr. Prakashbhai Kanani સાથે શીંગદાણા એન્ડ શીંગતેલ વિષે ચર્ચા કરી, તેમના જણાવ્યા મુજબ
શીંગતેલ અને શીંગદાણા ની માંગ માં વધારો જોવાઈ રહ્યો છે, જેના કારણો છે જેમ કે યાર્ડ માં અને ખેડૂતો પાસે થી મંગફળી ની આવક પૂરતી ના હોય, અને ચાઇના થી શીંગતેલ ની સતત ડિમાન્ડ હોય હજુ ૫ થી ૧૦ હજાર ટન ની નિકાશ થાય તેવું લાગી રહ્યું છે અને શીંગદાણા માં પણ સતત Export માં ડિમાન્ડ હોય શીંગદાણા ના ભાવ ને ટેકો મળી રહેલ છે.
માર્ચ મહિના ના પેહલા અઠવાડિયા માં સાઉથ ભારત માં જાવા શીંગદાણા નો નવો ક્રોપ આવશે જેમાં લોકલ માં પણ સારી ડિમાન્ડ હોય અને સાઉથ ના તામિલનાડુ ના જાવા શીંગદાણા ની Export માં પણ સારી ડિમાન્ડ હોય સીંગદાણા ના ભાવ માં ટેકો મળી રહ્યો હોય , આજના તામિલનાડુ શીંગદાણા ૫૦/૬૦ ના વિયેતનામ માટે ના ભાવ $1560 માં ઓફર થઇ રહી હોય, શીંગદાણા ના ભાવ ને સારો ટેકો મળી રહ્યો છે.
ભારતીય શીંગદાણા બનાવતી ફેક્ટરીઓ હાલ આધુનિક મશીનરી, ટેકનોલોજી નો ઉપયોગ થવા લાગ્યો હોવાથી બહાર ના દેશો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે, અને ભારતીય શીંગદાણા ના નવા દેશો તરફથી પણ ઓર્ડરો મળવા લાગ્યા હોય, ભારતીય શીંગદાણા ના ભાવ બીજા દેશો કરતા સારા હોય અને જથા માં શીંગદાણા અને શીંગતેલ ભારત પૂરું પડી શે તેમ હોય અને આંતરરાષ્ટ્રીય ખરીદદાર પાસે ભારત શિવાય બીજો કોઈ વિકલ્પ પણ ના હોય જેથી ભાવ ને પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. જેમકે ભારતીય ખેડૂતો ને પૂરતા ભાવ મળી રહશે એવું લાગી રહ્યું છે.
વાત આવતા નવા વર્ષ ની કરવામાં આવે તો ભાવ માં જાજો કોઈ ફર્ક પડશે નહિ એવું લાગી રહ્યું છે, એમાં પણ દેશ વિદેશ ના હવામાન એજન્સીઓ અલ નિનો ને લઇ ને આગાહી કરી રહ્યા હોય જેની અસર ભારતીય કૃષિ ઉપર મોટી થાય તેવું લાગી રહ્યું છે , આવનારા શીંગદાણા ના નવા ક્રોપ સુધી શીંગદાણા ના ભાવ માં લાંબો ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી.