રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની Digital Currency અંગે લાંબા સમયથી કામ કરી રહી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ડિસેમ્બર 2021 સુધીમાં આરબીઆઈ તેની Digital Currency માટે ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો આ દિશામાં કામ કરી રહી છે.
ચીન, યુરોપ અને બ્રિટનની કેન્દ્રીય બેંકો કોમર્શિયલ અને જાહેર ઉપયોગ માટે ક્રિપ્ટોકરન્સીની શક્યતાઓ પર વિચાર કરી રહી છે.
કોઈ પણ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણ અથવા ક્રિપ્ટોકરન્સીને CBDC (Central Bank Digital Currency) નામ આપવામાં આવ્યું છે. આ ચલણને સંપૂર્ણ કાનૂની માન્યતા મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્તમાનની ફિયટ કરન્સીનું ડિજિટલ વર્ઝન હશે. શક્તિકાંત દાસે કહ્યું કે અમે CBDC વિશે ખૂબ જ સાવચેત છીએ, કારણ કે તે સંપૂર્ણપણે એક નવો કોન્સેપ્ટ છે.
Google લાવી રહ્યું છે Android યુઝર્સ માટે Digital Vaccine Card, થશે ક્યા ક્યા લાભ…
નાણાકીય વ્યવસ્થા પર અસરનું મૂલ્યાંકન
રિઝર્વ બેંક ડિજિટલ ચલણના વિવિધ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સૌ પ્રથમ તે દરેક રીતે સુરક્ષિત હોવું જોઈએ. આ સિવાય તેના કારણે ભારતીય નાણાકીય વ્યવસ્થા પર તેની કોઈ નકારાત્મક અસર થવી ન જોઈએ. ખાસ કરીને કોરોના પછી, અર્થતંત્ર હજુ પણ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેન્ક ફાઇનાન્શિયલ માર્કેટને લઇને ખૂબ સાવધ છે.
પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતા ચાલુ – ગવર્નર દાસ
શંકરે કહ્યું કે Digital Currency પર ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે. જો કે, બિટકોઇન અને ઇથેરિયમ જેવી ખાનગી ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતાએ ધ્યાન ખેંચ્યું છે. આ તમામ ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. MPC પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે કેન્દ્રીય બેંકની ચિંતા ખાનગી ક્રિપ્ટોકરન્સી અંગે છે. તેમણે કહ્યું કે હજુ સુધી તેનું નિયમન કરવામાં આવ્યું નથી અને આ બાબત સરકાર સાથે પણ શેઅર કરવામાં આવી છે.