semiconductor સપ્લાય માં ગયા વર્ષે મોટી અછતને કારણે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ સહિતના ઘણા ઉદ્યોગોને અસર થઈ હતી.
માઇનિંગ સમૂહ Vedanta અને તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Foxconn ગુજરાતમાં ભારતનો પ્રથમ semiconductor ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ₹1.54 લાખ કરોડનું રોકાણ કરશે.
જાણો Vedanta -Foxconn ડીલ વિશે
આ પ્લાન્ટ અમદાવાદમાં 1000 એકર જમીન પર લગાવવામાં આવશે.
વેદાંતા અને ફોક્સકોન દ્વારા ₹1.54 લાખ કરોડના રોકાણનો ઉપયોગ ભારતના પ્રથમ semiconductor ઉત્પાદન પ્લાન્ટ, ડિસ્પ્લે ફેબ યુનિટ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપવા માટે કરવામાં આવશે.
Vedanta ના ચેરમેન અનિલ અગ્રવાલે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા બાદ પીટીઆઈને જણાવ્યું હતું કે, પ્લાન્ટ બે વર્ષમાં ઉત્પાદન શરૂ કરશે.
Foxconn ટેક્નિકલ પાર્ટનર તરીકે કામ કરી રહી છે, જ્યારે oil-to-metals કંપની વેદાંતા પ્રોજેક્ટને ફાઇનાન્સ કરી રહી છે.
વેદાંતા અને ફોક્સકોન જમીન, સેમિકન્ડક્ટર-ગ્રેડ વોટર અને પાવર સહિતની જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હાઈ-ટેક ક્લસ્ટર સ્થાપવા માટે ગુજરાત રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે, એમ કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીઓએ એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં 100,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે.
semiconductor chip, અથવા માઇક્રોચિપ્સ, ઘણા ડિજિટલ ઉપભોક્તા ઉત્પાદનોના આવશ્યક ભાગ છે – કારથી લઈને મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડ્સ. 2021માં ભારતીય સેમિકન્ડક્ટર માર્કેટનું મૂલ્ય $27.2 બિલિયન હતું અને તે લગભગ 19 ટકાના તંદુરસ્ત CAGR થી વધીને 2026માં $64 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. પરંતુ આમાંથી એક પણ ચિપ્સ ભારતમાં અત્યાર સુધી બનાવવામાં આવી નથી.
આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમ ISMC અને સિંગાપોર સ્થિત IGSS વેન્ચર્સ, જે અનુક્રમે કર્ણાટક અને તમિલનાડુમાં સ્થાપી રહી છે, પછી ભારતમાં ચિપ પ્લાન્ટ સ્થાનની જાહેરાત કરનાર વેદાંતા ત્રીજી કંપની છે.
ગયા વર્ષે semiconductor chip ચેઇનમાં મોટી અછતને કારણે ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ સહિતના ઘણા ઉદ્યોગોને અસર થઈ હતી.
Semiconductor chip in india
તાઈવાન અને ચીન જેવા રાષ્ટ્રોમાંથી આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે, સરકારે દેશમાં semiconductor ના ઉત્પાદન માટે રાજકોષીય પ્રોત્સાહન યોજના લાવી હતી. વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર્સ માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ માટે સફળ અરજદારો પૈકી એક છે.
આ પણ વાંચો : Tata Group ને સોંપવામાં આવેલી Air India આવતા 15 મહિનામાં 30 વિમાનોને સામેલ કરશે