Hyundai દ્વારા i20 N Line પરફોર્મન્સ હેંચબેક કાર લોન્ચ કરવામાં આવી છે. જેની પ્રારંભિક કિંમત રૂ. 9,84,100 (ex-showroom) છે. આ કાર N6 અને N8 જેવા વિકલ્પો સાથે મળશે. આ મોડેલમાં 1.0 ટર્બો GDi પેટ્રોલ એન્જીન મળશે. i20 N Lineમાં 27 નવા ફીચર છે. હ્યુન્ડાઇ i20 N Line ની કિંમત (Ex-showroom)
Hyundai i20 N Line N6 (iMT) – રૂ. 9,84,100
Hyundai i20 N Line N8 (iMT) – રૂ. 10,87,100
Hyundai i20 N Line N8 (DCT) – રૂ. 11,75,500
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના એમડી એન્ડ સીઇઓ એસ એસ કિમે i20 N Line ના લોન્ચિંગ બાબતે કહ્યું હતું કે, ભારતભરના અમારા ગ્રાહકો માટે સ્પોર્ટી અને ફન ડ્રાઇવિંગ એક્સપેરિયન્સને સુલભ બનાવવા અમે આકર્ષક કિંમતે i20 N Line લોન્ચ કરી છે. ભારતના અગ્રણી સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે i20 N Line ટેકનોલોજી, આકર્ષક ઇન્ટિરિયલ અને પરફોર્મન્સ આપે છે.
Bhaskar જૂથ – અખબારના નામે રૂપિયા ૩૫૦૦ કરોડની હેરાફેરી
i20 N Line મોટરપોર્ટથી ઈન્સપાયર થયેલા ઇન્ટિરિયર અને એક્સ્ટીરિયલ સાથે આવે છે. જે સ્ટાન્ડર્ડ i20 કરતા અલગ છે. i20-N-Lineની આગળની તરફ એકદમ નવી ગ્રીલ છે. જેના પર એન લાઇન લોગો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તેમાં લાલ પટ્ટી સાથે ટોન બમ્પર છે.i20 N Line કાર ગ્રાહકોને દેશમાં રહેલી 188 ડીલરશીપમાંથી મળશે. આ ઉપરાંત i20 N Lineના ગ્રાહકોને સર્વિસ સહિતની બાબતો માટે પર્સનલ મોબાઈલિટી એડવાઈઝરની સુવિધા પણ આપવામાં આવશે.
વોરંટી કેટલી મળશે?
i20 N Line માં ગ્રાહકને વન્ડર વોરંટી વિકલ્પ આપવામાં આવશે. જેમાં 5 વર્ષ/40000 કિમી કે 4 વર્ષ/50 000 કિમી કે 3 વર્ષ/100 000 કિમી, 3 વર્ષ – રોડ સાઈડ અસિસ્ટન્સ મફત અને 3 વર્ષ – બ્લુ લિંક સબસ્ક્રીપશન મળશે. આ ઉપરાંત કંપની દ્વારા બ્લુલિંક OTAના માધ્યમથી 8 વર્ષ સુધી 16 મેપ અપડેટ વિનામૂલ્યે આપશે. i20 N Line માં વધુ સગવડ માટે 31 Hyundai જેન્યુન એસેસરીઝ તૈયાર કરવામાં આવી છે.