એક અહેવાલ મુજબ, Mahindra તેનો બીઝનેસ 3 અલગ અલગ કંપનીઓમાં વિભાજીત કરશે. આનંદ મહિન્દ્રાનું મહિન્દ્રા ગ્રુપ પોતાના ટ્રેક્ટર બીઝનેસ, પેસેન્જર વેહીકલ્સ અને ઇલેક્ટ્રિક વેહીકલ્સ ને અલગ અલગ કરવા જઈ રહ્યા છે.
Mahindra Group નો ઓટોમોટિવ બિઝનેસ એ તેનો ફ્લેગશિપ છે જે મહિન્દ્રા ની આવકમાં 55% ફાળો આપે છે.
Mahindra ઈલેક્ટ્રિક બિઝનેસ માટે પૈસા ભેગા કરશે.
અહેવાલો અનુસાર, મહિન્દ્રા પોતાના ઓટો મોબાઈલ બીઝનેસને અલગ અલગ કરવાનાં શરૂઆતના ચરણમાં છે. તેમાં થી મહિન્દ્રા ના ઈલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસને Automobili Pininfarina સાથે જોડીને એક કંપની બનાવવામાં આવશે. કંપની પોતાના ઇલેક્ટ્રિક વેહિકલ્સ બીઝનેસ માટે ફંડ એકઠું કરવાની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ભારતમાં કંપનીનાં ઇલેક્ટ્રિક વેહીકલ્સ પ્લાન્ટ પુનામાં છે.
Mahindra EV સાથે SUVનાં યૂનિટ પણ અલગ કરી શકે છે.
ઇલેક્ટ્રિક વેહીકલ્સ ઉપરાંત કંપની પોતાના SUV બીઝનેસને અલગ કંપનીમાં બદલી શકે છે. અત્યારે કંપની XUV રેન્જ હેઠળ ઘણી SUV બનાવે છે. સાથે જ Scorpio, Bolero અને Thar જેવા પોપ્યુલર મોડલ પણ બનાવવા માંગે છે. હાલમાં કંપનીએ પોતાનો નવો લોગો પણ જાહેર કર્યો હતો, જે મુખ્ય રીતે SUV માટે જ ઉપયોગ કરવામાં આવશે.
Mahindra રેક્ટર બનાવવામાં નંબર 1 છે.
મહિન્દ્રા ટ્રેક્ટર બીઝનેસ માટે એક અલગ કંપની બનાવી શકે છે. પંજાબ ટ્રેક્ટર નાં અધિગ્રહણ બાદ વર્ષ 2007 માં મહિન્દ્રા ભારતની સૌથી મોટી ટ્રેક્ટર કંપની બની ચુકી છે. ટ્રેક્ટર બિઝનેસ માં 43% બજાર હિસ્સો ધરાવે છે. Mahindra Group નો ટ્રેક્ટરનો વ્યવસાય સૌથી વધુ નફાકારક છે, જે કુલ નફામાં લગભગ 80% ફાળો આપે છે.
Mahindra એ આ 3 અલગ અલગ કંપનીઓ ની કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ ડિમર્જર નું મુખ્ય કારણ બીઝનેસ વેલ્યૂનો સાચો ઉપયોગ કરવાનું છે.
આ પણ વાંચો : ટાટા પાવર રિન્યુએબલ કમિશન એ ગુજરાત માં 120 MW સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો છે.