Chinese apps banned: ચીનની વધુ 54 એપ્સ પર પ્રતિબંધ, તમારો ડેટા વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હતો, અહીં જુઓ સંપૂર્ણ યાદી
ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે કેન્દ્રએ સોમવારે 50 થી વધુ નવી ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં રાઇઝ ઓફ કિંગડમ્સ: લોસ્ટ ક્રુસેડ, ટેનસેન્ટ Xriver, નાઇસ વિડિયો બાયડુ અને વિવા વિડિયો એડિટરનો સમાવેશ થાય છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે 54 Chinese apps ને બ્લોક કરવા માટે વચગાળાના નિર્દેશો જારી કર્યા છે, સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એપ્લીકેશનો કથિત રીતે સંવેદનશીલ યુઝર ડેટા એકત્ર કરી રહી હતી, જેનો દુરુપયોગ થઈ રહ્યો હતો અને ભારતની બહાર સ્થિત સર્વર્સ પર ટ્રાન્સમિટ કરવામાં આવી રહ્યો હતો. સ્ત્રોતે એપ પ્રતિબંધના કારણ તરીકે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટેના જોખમને પણ ટાંક્યું છે.
પ્રતિબંધિત Chinese apps ની યાદી : બ્યુટી કેમેરા સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, ગેરેના ફ્રી ફાયર – ઈલુમિનેટ, એસ્ટ્રાક્રાફ્ટ, ફેન્સીયુ પ્રો, મૂનચેટ, બારકોડ સ્કેનર – QR કોડ સ્કેન અને લિકા કેમનો સમાવેશ થાય છે.
સરકારે ગયા વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને ખતરો દર્શાવીને 200 થી વધુ ચાઈનીઝ મોબાઈલ એપ્લીકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં TikTok, Shareit, Mi Video Call, Club Factory અને Cam Scanner જેવી લોકપ્રિય એપ્લિકેશનનો સમાવેશ થાય છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી હતી.
જૂન 2021 માં, સરકારે લોકપ્રિય શોર્ટ વિડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTok, UC બ્રાઉઝર, WeChat અને Bigo Live સહિત 59 ચાઈનીઝ Chinese apps પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેઓ દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે પ્રતિકૂળ છે.