તમે રસ્તા પર વાહનોનાં ખરાબ થવાના કારણે લોકોને ઘણી વખત બસ, જીપ, ટ્રકમાં ડમ્પર નાખતા જોયા હશે, પરંતુ શું તમે કયારેય જોયું છે કે લોકો Train ને ધક્કો મારી રહ્યા હોય ?
તમે રસ્તા પર વાહનોનાં ખરાબ થવાના કારણે લોકોને ઘણી વખત બસ, જીપ, ટ્રકમાં ડમ્પર નાખતા જોયા હશે, પરંતુ શું તમે કયારેય જોયું છે કે લોકો Trainને ધક્કો મારી રહ્યા હોય? જો નહીં તો આ જોઇ લો. ધક્કામાર Trainનો આ વીડિયો પશ્ચિમ-મધ્ય રેલવે ઝોનનાં ભોપાલ વિભાગનાં ઇટારસી-હરદા વચ્ચે ટિમરની સ્ટેશન નજીકનો છે.
અહીં ટાવર વેગનનું એન્જિન પાટા પર તૂટી ગયું અને પછી તેને દૂર કરવા માટે ૪૦ થી વધુ મજૂરોએ તેને એક સાથે ધક્કો મારવો પડ્યો. Train ને ધક્કો મારતી વખતે કોઈએ વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ધક્કામાર Train નો વીડિયો હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે પડતા ટિમરની રેલવે સ્ટેશન પાસેનો છે. જયાં શનિવારે બપોરે ટાવર વેગનનાં એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઇ હતી. ખામીને કારણે, વેગન આગળ તો જઈ રહી હતી પરંતુ વેગનનાં આગળ જવાના કારણે તે પાછી આવી શકતી ન હોતી.
રાજકોટમાં 24 થી વધુ બિલ્ડરોના ત્યાં IT ની રેડ, 2 જાણીતા ઉદ્યોગપતિ પણ ઝપેટમાં
ત્યારબાદ ઇટારસીથી પવન એકસપ્રેસ Train ટ્રેક પર આવી. ટ્રેક પર ઉભી રહેલી વેગનને કારણે Trainને લગભગ એક કિલોમીટર અગાઉથી રોકી દેવામાં આવી હતી અને લગભગ બે કલાક સુધી Trainને અસર થઈ હતી. દરમિયાન, ૪૦ થી વધુ મજૂરોની મદદથી, વેગનને ખરા તડકામાં ધક્કો મારવામાં આવ્યો હતો અને ભારે મુશ્કેલીથી તેને લૂપ લાઇન પર ૩૦૦ મીટર સુધી ધકેલી દેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેક ખાલી થયો હતો અને પવન એકસપ્રેસ આગળ રવાના થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર વેગન ખરાબ થયા બાદ માલગાડીમાં અનાજ ભરેલા કેટલાક મજૂરોને રેલવે સ્ટેશન નજીક વેગનને ધક્કો મારવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે મજૂરોએ વેગનને હલાવી પણ ન શકયા, જેના કારણે વધુ કામદારોને ફરીથી બોલાવવામાં આવ્યા અને ૪૦ થી વધુ કામદારોએ વેગનને એકસાથે ધક્કો માર્યો, તે પછી વેગનને અપ ટ્રેકથી દૂર લઈ જવામાં આવી.