દેશમાં હાલમાં પુનીત રાજકુમાર અને સિધ્ધાર્થ શુકલ જેવા અભિનેતાઓ હાર્ટએટેકથી જીવ ગુમાવી બેઠા. એક તાજા અભ્યાસ અનુસાર Heart ને તંદુરસ્ત રાખવું હોય તો સુવાનો સાચો સમય જાણવો જોઇએ. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એકસટરના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં કહ્યુ છે કે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે સુઇ જવું જોઇએ.
રિસર્ચન પ્રોફેરસ ડેવિડ પ્લાન્સનું કહેવું છે કે શરીરની પોતાની ૨૪ કલાક ચાલનારી આંતરિક ઘડીયાળ હોય છે જેને સર્કેડીયન રીધમ કહેવાય છે.
તે શારીરિક અને માનસિક ક્રિયામાં સંતુલન જાળવવાનું કામ કરે છે. સુવાનો અને આરામ કરવાનો સમય નક્કી ના હોવાના કારણે આ ઘડીયાળ અસંતુલિત બની જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, રાત્રે ૧૦ વાગ્યા પહેલા સુઇ જનારા કરતા મધરાત પછી સુનારા લોકોમાં હ્રદયરોગનું જોખમ ૨૫ ટકા વધારે રહે છે.
ચીનમાં માત્ર ૨૮ કલાકમાં ૧૦ માળની બની ઈમારત
આ રિસર્ચ માટે એક દાયકા સુધી ૮૮ હજાર લોકોના કાંડે એક ડીવાઇસ બાંધવામાં આવી હતી અને જાણવામાં આવ્યુ હતુ કે તેઓ સતત સાત દિવસ સુધી કેટલા વાગે સુતા હોય. પહેલા પાંચ વર્ષમાં ૩૧૭૨ લોકોમાં Heart અંગેની તકલીફો જોવા મળી હતી. જેમાં Heart Attack, સ્ટ્રોક, Heart Fail જેવી તકલીફો હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયસર ના સુઇ જનાર વ્યકિત સવારના પ્રકાશના સંપર્કમાં નથી આવી શકતા એટલે શરીરની ઘડીયાળ પોતાને રિસેટ કરી નાખે છે. વયસ્ક લોકોએ રાત્રે ૭ થી ૯ કલાક સુવુ જોઇએ.