Petrol અને Diesel પર ટેક્સ ઘટાડવા સૂચન:
PM Modi એ કહ્યું- તમે જાણો છો કે ભારત સરકારને જે રેવન્યુ આવે છે તેમાંથી 42 ટકા તો રાજ્યોની પાસે જતો રહે છે. આવી સ્થિતિમાં હું રાજ્યોને સહયોગ કરવા વિનંતી કરું છું. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા રાજ્ય અને તમારા પડોશી રાજ્યોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને પીએ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમએ રસીકરણ અભિયાન અને સાવચેતી અંગે ચર્ચા કરી હતી.
આ દરમિયાન દેશમાં Petrol અને Diesel ની વધતી કિંમતો વિશે પણ વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું- તમે જાણો છો કે ભારત સરકારને જે રેવન્યુ આવે છે તેમાંથી 42 ટકા તો રાજ્યોની પાસે જતો રહે છે. આવી સ્થિતિમાં હું રાજ્યોને સહયોગ કરવા વિનંતી કરું છું. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે તમારા રાજ્યના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો.
આજે મુંબઈ માં Petrol 120 રૂપિયા, કોલકાતા માં 115 રૂપિયા, આંધ્ર પ્રદેશ માં120 રૂપિયા, તમિલનાડુ માં 110 રૂપિયા, જયપુરમાં માં 118 રૂપિયા, હૈદરાબાદમાં 119 થી વધુ રૂપિયામાં મળી રહ્યું છે.
Petrol અને Diesel ના સતત વધી રહેલા ભાવથી દેશમાં મોંઘવારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે એવુ જણાવતા પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આજે PM Modi એ રાજ્ય સરકારો ને વેટ ઘટાડવા સૂચન કર્યુ છે. જો રાજ્ય સરકારો વેટ ઘટે તો લોકોને સસ્તા ભાવે Petrol અને Diesel મળે અને દેશમાં વધી રહેલી મોંઘવારી પર અંકુશ મૂકી શકાય છે.
PM Modi એ પોતાના ભાષણમાં એ પણ કહ્યું કે, ઘણા રાજ્યો એ તો Petrol અને Diesel પરનો વેટ ઘટાડીને લોકોને સસ્તા ઇંધણનો લાભ આપ્યો છે. જો કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ની રાજ્ય સરકારે વેટ માં કોઈ ધટાડો નથી કર્યો અથવા તો વેટમાં કોઈ વધારો પણ કર્યો નથી કર્યો, Petrol અને Diesel ના ઉચ્ચ ભાવ ને લીધે સમગ્ર દેશમાં ફુગાવો વધી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો વડાપ્રધાને ઉપરોક્ત રાજ્યોને તેમને વેટ ઘટાડવા સ્પષ્ટ સંકેત આપ્યો છે.
આ પણ વાંચો : LIC IPO 4 May ના રોજ ખુલશે અને LIC IPO વિશે અન્ય જાણવા જેવી બાબતો