કૃષિ કાયદા રદ થયા પછી પર રાકૈશ ટિકૈત અડગ
કહ્યું PM સરકાર પર ભરોસો નથી એટેલે આંદોલન પુરુ નહી થાય.
સંસદમાં કાયદાઓ રદ કર્યા બાદ આંદોલન સમાપ્ત કરવાની કરી વાત.
PM મોદીએ આજે ત્રણેય કૃષિ કાયદાઓ પર ખેંચી લીધા જેથી ખેડૂત આંદોલનનો પણ આજે અંત આવ્યો તેવું કહી શકયા.
પરંતુ કાયદાઓ રદ થયા બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનને સમાપ્ત નહી કરે તેવું તેમણે કહ્યું છે. તેમણે એવું નિવેદન આપ્યું છે કે મોદી સરકાર પર તેમને વિશ્વાસ નથી.
आंदोलन तत्काल वापस नहीं होगा, हम उस दिन का इंतजार करेंगे जब कृषि कानूनों को संसद में रद्द किया जाएगा ।
सरकार MSP के साथ-साथ किसानों के दूसरे मुद्दों पर भी बातचीत करें : @RakeshTikaitBKU#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021
સંસદમાં કાયદો રદ થાય તેની રાહ જોઈશું : રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સરાકરે 15-15 લાખ આપવાનું એલાન પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી કોઈને પણ 15 લાખ રૂપિયા નથી મળ્યા. સમગ્ર મામલે ટ્વીટ કરીને રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન તાત્કાલીક પુરુ કરવામાં નહી આવે. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા કે જ્યારે સંસદમાં આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવામાં આવશે.
PM મોદીએ ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની કરી અપીલ
આજે PM મોદીએ માફી માગતા કહ્યું કે હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. PMએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.
નાના ખેડૂતો માટે કૃષિ કાયદા લાવ્યા હોવાની કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
PM મોદીના સંબોધનના 5 મહત્વના મુદ્દા
1… PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.
2…PM મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.
3… PM એ કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા… આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.
4… પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર MSP વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
Gujarat ના ખેડૂતોને મોટી માથાકૂટમાંથી અપાયો છુટકારો, બિન અનામત માટે પણ મોટા પેકેજની જાહેરાત
5… PM મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100 માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.