Cardless Cash Withdrawal: શક્તિકાંત દાસે નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “હાલ અમુક જ એટીએમ ખાતે કાર્ડ વગર રોકડ ઉપાડની સુવિધા મળી રહી છે. હવે અમે યૂપીઆઈના ઉપયોગથી તમામ બેંકના એચટીએમ ખાતે આ સુવિધા શરૂ કરવાની દરખાસ્ત મૂકી છે.”
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ એ શુક્રવારે ત્રણ દિવસ સુધી મળેલી RBI મોનિટરી પૉલિસી કમિટીની બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિકાંદ દાસે જણાવ્યું હતું આરબીઆઈએ દેશની તમામ બેંકોના ATM ખાતે ATM કાર્ડ વગર રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. RBI ગવર્નર Shaktikant Das ના જણાવ્યા પ્રમાણે આ સેવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે આપવામાં આવશે. બીજી તરફ RBI રેપો રેટ 4% યથાવત રાખ્યો છે. તો નાણાકીય વર્ષ 23 માટે જીડીપી (GDP) અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે.
RBI ગવર્નર Shaktikant Das એ નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “હાલ અમુક જ ATM ખાતે કાર્ડ વગર રોકડ ઉપાડની સુવિધા મળી રહી છે. હવે અમે UPI ના ઉપયોગથી તમામ બેંકના ATM ખાતે આ સુવિધા શરૂ કરવાની દરખાસ્ત મૂકી છે.” RBI ગવર્નર Shaktikant Das એ વધુમાં જણાવ્યુ કે, “જે રીતે ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, ત્યારે ફિઝિકલ કાર્ડની ગેરહાજરી સ્કીમિંગ કે કાર્ડ ક્લોનિંગ જેવા ફ્રોડથી બચાવશે.”
કાર્ડ વગર ઉપાડની સુવિધા શા માટે જરૂરી?
Cardless Cash Withdrawal નામ પ્રમાણે જ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલના કેસમાં ખાતાધારકને ATM માંથી રોકડની ઉપાડ માટે કાર્ડની જરૂરિયાત રહેતી નથી.
Covid-19 ની મહામારી દરમિયાન અનેક બેંકોએ આ સુવિધા શરૂ કરી છે. હાલ અનેક બેંકોના ATM ખાતે આ સુવિધા મળી રહી છે. હાલ SBI, ICICI Bank, Axis Bank, Bank of Baroda તેમજ અન્ય બેંકોના ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર પોતાના ફોનનો ઉપયોગ કરીને ATM ખાતેથી રોકડ ઉપાડી શકે છે. આ માટે મોટાભાગના કેસમાં કાર્ડધાર કે મોબાઇલ બેન્કિંગ મારફતે રિક્વેસ્ટ કરવાની હોય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ લાગૂ થયા બાદ ATM ફ્રોડ અટકાવી શકાશે. કારણ કે આ પ્રકારના કેસમાં રોકડ ઉપાડવા માટે મોબાઇલ પીનનો ઉપયોગ કરવો પડે છે. આ માટે યૂપીઆઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જોકે, Cardless Cash Withdrawal ની સુવિધા ફક્ત કાર્ડધારક પોતાના માટે જ છે.
હાલ અનેક બેંકોએ કાર્ડલેસ ઉપાડ પર કેશ મર્યાદા રાખી છે. એટલે કે ખાતાધારકો અમુક મર્યાદાથી વધારે રકમ ઉપાડી શકતા નથી. અમુક બેંકો કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન માટે વધારાનો ચાર્જ પણ કરી રહી છે. હવે RBI ની જાહેરાત બાદ વધુ બેંકો કાર્ડલેસ સુવિધા આપી શકે છે.
આ પણ વાંચો : ભાજપના પૂર્વ સાંસદ Kirit Somaiya સામે INS વિક્રાંત ફંડના દુરુપયોગના આરોપમાં કેસ નોંધાયો છે