Repo Rate: દેશમાં વધતી જતી ફુગાવાને કાબૂમાં લેવા માટે, RBI એ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40% કરવાનો નિર્ણય કર્યો છે, રેપો રેટ વધતા હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે. ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે વર્ચ્યુઅલ બ્રીફિંગમાં જાહેરાત કરી હતી.
Reserve Bank of India ના ગવર્નર Shaktikanta Das એ 2 વાગ્યે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન Shaktikanta Das એ Repo rate માં વધારો કરવાની જાહેરાત કરી છે. Repo rate માં એક સાથે 40 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40% થયો છે. રેપો રેટ વધવાની સાથે જ હવે તમામ પ્રકારની લોન મોંઘી થશે.
Repo rate માં વધારો ભારતીય શેર બજાર ને પણ અસર કરે છે. બીજી તરફ RBI ના ગવર્નરનું કહેવું છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. RBI એ છેલ્લે 22 મે, 2020ના રોજ પૉલિસી રેટમાં ફેરફાર કર્યો હતો. જે બાદ હવે રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8-April ના રોજ RBI મૉનેટરી પૉલિસીની અંતિમ બેઠક માં RBI એ રેપો રેટ યથાવત રાખ્યો હતો.
જાણો Repo rate એટલે શું?
રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે વ્યાજ દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર.
આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.
Repo rate વધે તો શું અસર થાય ?
રેપો રેટ વધે તો દેશ માં તમામ પ્રકારની લોન ના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMI ના વ્યાજ દર પણ વધી શકે છે જે સામાન્ય માણસ ના બજેટ ને અસર કરે છે.
Repo rate ઘટે તો શું અસર થાય ?
રેપો રેટ માં ઘટાડો થાય તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
વૈશ્વિક સ્તરે ફુગાવો વધી રહ્યો છે અને ઊંચા ભાવે મોંઘા તેલ દ્વારા દેશમાં પ્રવેશ કર્યો છે. ઉચ્ચ ફુગાવાને ડામવા માટે સમૃદ્ધ અર્થતંત્રો વ્યાજ દરોમાં ઝડપથી વધારો કરી રહ્યા છે.
નીચા વ્યાજ દરો વ્યવસાયો અને સરકાર દ્વારા ઉધાર લેવાનું સરળ બનાવે છે, જે અર્થતંત્રના ઉત્પાદન અને જીડીપી દરમાં વધારો કરવામાં મદદ કરે છે, પરંતુ તે ફુગાવાને પણ ચાહક બનાવી શકે છે. દાખલા તરીકે, સરકાર તેની રાજકોષીય ખાધનો સારો હિસ્સો બનાવે છે – સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત – બોન્ડ વેચીને નાણાં ઉછીના લઈને.
આ પણ વાંચો : WhatsApp દ્વારા March 2022 માં 18 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ(ban) મૂક્યો હતો