સરકારે નવા વર્ષમાં પણ નાની બચત યોજનાના Interest માં કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યો નથી. પીપીએફ, એનએસસી સહિત નાની બચત યોજનાનો Interest પહેલાની માફક જ રહેશે. નાણાકીય વર્ષ 2021-22નાં અંતિમ ત્રિમાસિકમાં આ યોજનાના વ્યાજદર હતા, એ જ નવા વર્ષમાં પણ રહેશે.
સરકારે આ માટે થઈને એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે અને તે નોટિફિકેશનમાં કહેવાયું છે કે, 1 Jan 2022 થી 31 March 2022 ના ત્રિમાસિકમાં કેટલીય સ્મોલ સેવિંગ્સ સ્કીમોના વ્યાજદર 1 Oct 2021 થી 31 Dec 2021ના ત્રિમાસિક સ્તર પર બન્યા રહેશે.
નાની બચત યોજનાનો વ્યાજદર
નાની બચત યોજના માટેનો Interest ત્રિમાસિક આધારે નક્કી કરવામાં આવે છે.
વર્તમાન દર અનુસાર એક વર્ષના સમયગાળાની જમા યોજના પર 5.5% ના વ્યાજદર ચાલું રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર Interest 7.6% રહેશે. આ સ્કીમમાં એક વર્ષના સમય માટે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. રોકાણ પર સેક્શન 80 સી અંતર્ગત છૂટનો પણ લાભ મળે છે.
પાંચ વર્ષિય વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજદર 7.4 % રહેશે. એકથી પાંચ વર્ષના સમયગાળા પર 5.5-6.7%ના દરથી વ્યાજ મળશે. જેની ચૂકવણી ત્રિમાસિકના આધારે થશે.
આ પણ વાંચો : Farmers ને સ્માર્ટફોનની ખરીદી માટે સરકારની મોટી જાહેરાત, મળશે સહાય
કિસાન વિકાસ પત્રનું Interest
કિસાન વિકાસ પત્રનો Interest 6.9 % છે. કિસાન વિકાસ પત્રની મેચ્યોરિટી 124 મહિનાની હોય છે. તેમાં વાર્ષિક આધાર પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. આ સ્કીમનો લાભ ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી મેળવી શકાય છે. વધુમાં કોઈ લિમિટ રાખવામાં આવી નથી.
પીપીએફ અને એનએસસી
જાણકારી અનુસાર સાર્વજનિક ભવિષ્ય નિધિ એટલે કે,પબ્લિક પ્રોવિડંડ ફંડ (PPF) પર 7.1% અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એટલે કે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યોજનામાં 6.8 % નું વાર્ષિક Interest મળે છે