સોમવાર, 15 ઓગસ્ટના રોજ મુંબઈ ની Reliance Hospital માં એક અનામી કૉલર દ્વારા કૉલ કરવામાં આવ્યા હતા, જેમાં અબજોપતિ Mukesh Ambani અને તેમના પરિવારને જીવની ધમકી આપવામાં આવી હતી,
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો.
Reliance Hospital ના અધિકારીઓએ DB Marg police station માં ફરિયાદ કરી છે કે આજે ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા છે.
Reliance Hospital ના CEO Dr Tarang Gianchandani એ પત્રકાર મિત્ર ને જણાવ્યું હતું કે
Mukesh Ambani ને અજાણ્યા વ્યક્તિ દ્વારા જીવની ધમકી આપતા કુલ 8 કોલ કરવામાં આવ્યા છે. અમે આ બાબતની તપાસ કરવા માટે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે,”
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
“અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની ચકાસણી કરી રહ્યા છીએ. એવું લાગે છે કે કૉલ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યો હતો”
ગયા વર્ષે, Mukesh Ambani ના મુંબઈના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ની બહાર 20 વિસ્ફોટક જિલેટીન સ્ટિક અને ધમકી પત્ર સાથેની સ્કોર્પિયો કાર મળી આવી હતી. પોલીસને જાણ થતાં જ સચિન વાઝેની આગેવાની હેઠળના મુંબઈના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ સહિત અનેક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સચિન વાઝે આ કેસમાં મુખ્ય તપાસકર્તા તરીકેની જવાબદારી સંભાળી હતી.
થોડા દિવસો પછી, થાણે સ્થિત વેપારી મનસુખ હિરેનના રહસ્યમય મૃત્યુ પછી કેસ NIAને સોંપવામાં આવ્યો. અંબાણીના ઘરની બહારથી મળેલી સ્કોર્પિયોનો માલિક હિરેન હતો. તેણે અગાઉ દાવો કર્યો હતો કે આ વાહન એક સપ્તાહ અગાઉ ચોરાઈ ગયું હતું. તેનો મૃતદેહ 5 માર્ચ, 2021ના રોજ થાણે ખાતે એક ખાડીમાંથી મળી આવ્યો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા સોમવારે પોલીસને જાણ કરવામાં આવેલી ઘટનામાં, હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યો કૉલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું, મુંબઈ સ્થિત સમાચાર દૈનિક મિડ-ડેના અહેવાલ અનુસાર.
આ પણ વાંચો : Rajnath Singh : ભારત વિશ્વના ટોચના 25 સંરક્ષણ નિકાસકારોમાં સ્થાન મેળવવા માટે છલાંગ લગાવ્યું છે.