કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ જણાવ્યું હતું કે, દેશમાં હાલના હાઈવે Toll Plaza ને બદલવા માટે સરકાર આગામી 6 મહિનામાં GPS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ્સ સહિત નવી તકનીકો રજૂ કરશે.
દેશભરના તમામ હાઈવે પર Toll Plaza બંધ થઈ જશે પછી બાદ લોકોને ટોલ પ્લાઝા પરના જામમાંથી પણ છુટકારો મળી શકશે. FASTag ને લીધે Toll પરના ટ્રાફિકને ઝડપી બનાવવા આવ્યા. પરંતુ હવે GPS આધારિત Toll collection ની મદદથી Toll Plaza ને જ ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે.
2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટનો હતો. 2020-21 અને 2021-22 દરમિયાન FASTagsની રજૂઆત સાથે, વાહનોનો સરેરાશ રાહ જોવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે.
આગળ જણાવીએ કે, 2017-18માં 16% કારમાં FASTag લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2021-22 માં તે વધીને 96.3% થઈ ગયું છે. તેમજ FASTag થી
2017-18 માં કુલ રૂ. 3,532 કરોડ નો ટોલ વસૂલવામાં આવ્યો હતો. જે 2021-22 માં તે વધીને 33,274 કરોડ રૂપિયા હતો.
કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ જણાવ્યું છે કે, આ પગલાનો હેતુ ટ્રાફિકની ભીડ ઘટાડવા અને હાઇવે પર મુસાફરી કરતા ચોક્કસ અંતર માટે વાહનચાલકો પાસેથી ચાર્જ લેવાનો છે.
Also Read This : GPT-4 શું છે તથા GPT-4 માં નવું શું છે ? અને તે ChatGPT થી કેવી રીતે અલગ છે?
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પગલું ભરવા પાછળનો ઉદ્દેશ્ય ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. વાહન ચાલકોને પણ આનો ફાયદો મળશે. વાહન ચાલકોએ જેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે તેને આધારે Toll TAX વસૂલાશે. આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે, NHAIની ટોલ આવક હાલમાં 40,000 કરોડ રૂપિયા છે અને તે આગામી 2-3 વર્ષમાં 1.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.
Nitin Gadkari એ કહ્યું કે, “સરકાર દેશમાં Toll Plaza ને બદલવા માટે જીપીએસ-આધારિત ટોલ સિસ્ટમ સહિત નવી તકનીકો પર વિચાર કરી રહી છે…અમે છ મહિનામાં નવી તકનીક લાવશું,”
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય વાહનોને Toll Plaza પર રોક્યા વિના સ્વચાલિત ટોલ વસૂલાતને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (Automatic Number Plate Reader Camera)નો પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે.
જાણો આ ટેક્નોલોજી કેવી રીતે ચાલશે ?
આ ટેક્નોલોજી તમારી CAR ના GPS ઉપકરણ ના ઉપયોગ થી ચાલશે . તમે તમારી CAR અથવા તમારા વાહનને Toll Highway પર લાવશો કે તરત જ Toll TAX ગણતરી શરૂ થઈ જશે. Toll Highway રસ્તા પર તમારા વાહનને જે અંતર શરૂ કર્યું છે. તે મુજબ નાણાં કાપવામાં આવશે. આ રકમ સીધી તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે.
આ GPS સિસ્ટમથી સ્થાનિક લોકોને Toll Plazaપર આપવામાં આવતી છૂટ બંધ થઈ જશે. આ સાથે જ Toll Plaza પર થતી હિંસાના મામલા પણ ખતમ થઈ જશે.