30 September ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ Vande Bharat Express train ને લીલી ઝંડી બતાવી હતી.
તાજેતરમાં શરૂ થયેલી ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે ગુજરાતના વટવા રેલ્વે સ્ટેશન નજીક તેના ટ્રેક પર પશુઓ સાથે અથડાઈને નુકસાન થયું હતું.
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે 11.15 વાગ્યાની આસપાસ બની હતી અને આ અકસ્માતમાં ચાર ભેંસોના મોત થયા હતા.
Vande Bharat Express train ની આગળની બાજુ
“વટવા પાસેના રસ્તામાં એક વળાંક હતો જેનાથી blind spot(જોઈ ના શકાય તેવી જગ્યા) એરિયા થઈ ગયો. ટ્રેન લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હતી. ફાઈબરથી બનેલી ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો,” અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટના ગેરતપુર-વટવા સ્ટેશન વચ્ચે બની હતી.
રેલવેના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનામાં કોઈ કાર્યાત્મક ભાગને નુકસાન થયું નથી. “આ ઘટના ગેરતપુર-વટવા સ્ટેશન વચ્ચે બની હતી. રેલ્વે નજીકના ગ્રામજનોને પશુઓને ટ્રેકની નજીક ન છોડવા માટે સલાહ આપવાનો પ્રયાસ કરી રહી છે,” પ્રવક્તાએ જણાવ્યું હતું.
30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ Vande Bharat Express train ને લીલી ઝંડી આપી હતી અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં સવારી કરી હતી.
વંદે ભારત એક્સપ્રેસ અસંખ્ય શ્રેષ્ઠ અને એરક્રાફ્ટ જેવા મુસાફરીના અનુભવો પ્રદાન કરે છે. આ સ્વદેશી રીતે વિકસિત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ચાલે છે અને ‘કવચ’ તકનીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન છે. આ એક ઓટોમેટિક પ્રોટેક્શન સિસ્ટમ છે જે બે ટ્રેનને અથડાતા અટકાવે છે.
Vande Bharat Express train ને Train 18 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય semi-high-speed, ઇન્ટરસિટી, ઇએમયુ ટ્રેન છે જે ભારતીય રેલ્વે દ્વારા ઑક્ટોબર 2022 સુધીમાં માત્ર ત્રણ અગ્રણી રૂટ પર ચલાવવામાં આવે છે,
એક (22439) નવી દિલ્હી (NDLS) થી કટરા (SVDK)
બીજી (22436) નવી દિલ્હી (NDLS) થી વારાણસી (BSB)
ત્રીજી (20902) ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ છે. તે પેરામ્બુર, ચેન્નાઈ ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો : 1920 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત Gujarat Vidyapeeth આચાર્ય દેવવ્રતને કુલપતિ તરીકે આમંત્રિત કરશે