ઓનલાઈન ફૂડ ડિલિવરી માટે જાણીતા Zomatoએ યુકે અને સિંગાપોરમાંથી પોતાનો વ્યવસાય બંધ કરી દીધો છે. Zomatoએ આ અંગે ભારતીય શેરબજારને પણ જાણ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુકેમાં પેટાકંપની Zomato યુકે લિમિટેડ અને સિંગાપોરમાં Zomato મીડિયા પ્રાઇવેટ લિમિટેડ બંધ કરી દેવામાં આવી છે. Zomatoનું હાલ ભારતમાં માર્કેટ સારા પ્રમાણમાં છે. પરંતુ ભવિષ્યમાં આ માર્કેટ ખોરવાઈ તો ભારતમાં પણ આ પરિસ્થિતિ ઉભી થઈ શકે.
અવાકમાં કોઈ ફર્ક નહિ
Zomatoએ કહ્યું કે, ‘યુકે અને સિંગાપોરની પેટાકંપનીઓ તેના વ્યવસાય માટે નિર્ણાયક નથી. તેમના બંધ થવાના કારણે Zomatoના બિઝનેસ કે આવક પર કોઈ અસર થશે નહીં. અગાઉ ઓગસ્ટમાં, Zomato એ તેની યુએસ પેટાકંપની બંધ કરી દીધી હતી.તેણે નેક્સટેબલ ઇન્કમાં પોતાનો હિસ્સો $ 100,000માં વેચ્યો હતો.
ભારતની દીકરી : અભ્યાસ પૂરો કર્યાનાં ૧૫ દિવસમાં જ ૨ કરોડના પેકેજની ઓફર
કંપનીને થયું નુકશાન
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં Zomatoને 360.7 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. તાજેતરમાં, કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ પણ વધ્યો છે અને તે હવે 1,259.7 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
કંપનીની માર્કેટ કેપિટલની વેલ્યુ વધી
Zomato જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં લિસ્ટ થયું હતું. કંપનીના શેરની કિંમત ઓલટાઈમ હાઈ છે. શુક્રવારે શેરનો ભાવ રૂ .152 પર પહોંચ્યો હતો. જોકે ટ્રેડિંગના અંતે Zomatoના શેરનો ભાવ 149.65 અથવા 8.80 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જો આપણે માર્કેટ કેપિટલની વાત કરીએ તો તે 1,17,403 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.