દરેક ધર્મના કેટલાક પ્રતિક (Symbol) હોય છે જે ચિન્હો તે ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘર, દુકાનો અને ઓફિસ વગેરે જગ્યાએ સકારાત્મક ઉર્જા વધારવા માટે આ પ્રતિક (Symbol) રાખવામાં આવે છે અને આ પ્રતિક (Symbol)ને કારણે કામમાં આવતી બાધાઓ દૂર થાય છે એવી માન્યતા હોય છે. જેમાં સૌ પ્રથમ ૐ આવે છે.
ૐ : ૐને બ્રમ્હાંડનો અવાજ ગણવામાં આવે છે. આ ૐ અ ઉ અને મ નાં ઉચ્ચારથી બને છે. ૐ બ્રમ્હા વિષ્ણુ અને મહેશ તથા ભૂઃ લોક, ભૂવઃ લોક અને સ્વર્ગ લોકનું પ્રતિક (Symbol) મનાય છે.
‘ૐ નમ: શિવાય ના જાપ કરી ઇઝરાયલના લોકોએ ભારત માટે પ્રાર્થના કરી
સ્વસ્તિક: દરેક શુભ કાર્યો કરતી વખતે સ્વસ્તિક દોરવામાં આવે છે. ઘરના દરવાજા પર કંકુ વડે સ્વસ્તિક દોરી શુભ લાભ લખવામાં આવે છે. તે સૌભાગ્ય શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક (Symbol) છે એના ડાબા ભાગમાં બીજમંત્ર હોય છે, જે શક્તિ સ્વરૂપ છે અને ચાર ટપકાંમાં ગૌરી, પૃથ્વી સહિત અનંત દેવતાઓનો વાસ હોય છે. આ કારણે સ્વસ્તિકનું ચિન્હ વાર્ષિક હિસાબ લખવાના ચોપડામાં પણ દોરાય છે, જેને ચોપડાપૂજન દરમિયાન દોરવામાં આવે છે. જેના કારણે ધન, વૈભવ અને લક્ષ્મીજીના આર્શીવાદ પ્રાપ્ત થાય છે.
કળશ : સમુદ્ર મંથન સમયે કળશ નિકળેલો. કળશ એટલે ઘડો. કળશ માટી અને તાંબાની ધાતુનો કળશ પાણી ભરીને ઉપર આંબાના પાંચ પાન અને ઉપર શ્રીફળ રાખીને કંકુનો સાથિયો દોરીને નાડાછડી બાંધીને રાખવામાં આવે છે.
શંખ : શંખ સમુદ્ર મંથન સમયે નિકળેલા 14 રત્નો પૈકી એક છે અને લક્ષ્મીજી સાથે નિકળેલો હોવાથી લક્ષ્મીજીનો ભાઈ ગણાય છે. શંખ સૂર્ય ચંદ્રની જેમ દેવતા છે અને એના મધ્ય ભાગમાં પવન દેવ, પાછળ બ્રમ્હા, આગળ ગંગા નદી અને સરસ્વતી નદીનો વાસ ગણાય છે અને શંખનાદથી રોગના જંતુઓ નાશ પામે છે એટલે આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે.