શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી પરંતુ આજે કળિયુગમાં ચમત્કાર વગર નમસ્કારને કોઈ માનતું નથી. અંજાર તાલુકાના ખેડોઈ ગામે એક અદ્ભુત ઘટના ઘટી હતી. ખેડોઈ ગામમાં પટેલ વાસમાં Laxminarayan ચોકમાં 75 વર્ષ જૂનુ શ્રી Laxminarayan દેવનું મંદિર આવેલું છે. જ્યાં ગઇ કાલે એક ચમત્કારભરી ઘટના બની છે. જેને જોયા બાદ લોકોએ દંગ રહી ગયા હતા.
જેનુ શિખર જર્જરિત થતાં વિધિવિધાન સાથે તારીખ 8.9.2021ના રોજ હોમ હવન દ્વારા નવું શિખર કરવા માટે જૂના શિખરને હટાવતા તે જેગ્યાએ 75 વર્ષ જૂનો તાંબાનો સિક્કો નીકળ્યો તેમાં મંદિર કયા વખતે અને કઈ તારીખે બનાવેલ છે તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. અને નવાઈની વાત તો એ છે કે, સિક્કાની નીચે 75 વર્ષ જૂની લાપસીની પ્રસાદી મળી આવી હતી.
Donation – મંદિરોમાં ભક્તોનો પ્રવાહ વધતા દાનપેટીઓ છલકાઈ…
આ પ્રસાદી ને જોતા ખ્યાલ આવે કે જાણે પ્રસાદી હમણાં જ તાજી બનાવેલી હોય તેવી ઘીની સુગંધ આવે છે. ઇશ્વરની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કરામત સમજો જે હોય તે ભાવિક ભક્તો Laxminarayan ભગવાનની જય બોલી પ્રસાદને આરોગી હતી. અને લક્ષ્મી નારાયણ ભગવાન પ્રત્યક્ષ હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ખેડોઇના મંદિરના શિખરમાંથી નિકળેલી વસ્તુઓને નિહાળીને ભાવિકો ધન્યતા અનુભવી હોવાનું જાણવા મળ્યું હતું.
તારીખ 8.9.2021ના રોજ હોમ હવન દ્વારા નવું શિખર કરવા માટે જૂના શિખરને હટાવતા તે જેગ્યાએ 75 વર્ષ જૂનો તાંબાનો સિક્કો નીકળ્યો તેમાં મંદિર કયા વખતે અને કઈ તારીખે બનાવેલ છે તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. અને નવાઈની વાત તો એ છે કે, સિક્કાની નીચે 75 વર્ષ જૂની લાપસીની પ્રસાદી મળી આવી હતી.