American સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવાનું American સેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં આ દવાની ટ્રાયલ પણ શરુ કરવામાં આવનાર છે.
આ દવા સૈનિકોને ઘરડા નહીં થવા દે અથવા તો ઘરડા થવાની પ્રક્રિયા સાવ ઓછી કરી નાંખશે. અમેરિકાના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ દ્વારા આ દવા ડેવપલ કરવામાં આવી છે. American રક્ષા મંત્રાલય પણ American સૈનિકોની ક્ષમતા વધારવા માંગતુ હોવાથી આ દવાને મંજૂરી આપવામાં આવી છે.
આ દવાથી શરીરના કોષ ફરી યુવાન થવા માંડશે
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ દવાથી શરીરના કોષ ફરી યુવાન થવા માંડશે.
આગામી વર્ષથી તેની ક્લિનિકલ ટ્રાયલ શુ કરવામાં આવશે. દવા બનાવનાર ટીમ સાથે સંકળાયેલા લીઝા સેન્ડરસનું કહેવું છે કે, આ દવાનું પરીક્ષણ સફળ થયું તો આ દવામાં વૃધ્ધાઅવસ્થાને ધીમી પાડવાની અને શરીર પડેલા ઘાને ગંભીર થતા રોકવાની ક્ષમતા વિકસિત થશે.
દવા બનાવવા માટે એક ખાનગી પ્રયોગશાળા સાથે American સેનાએ જોડાણ કર્યું છે. American સેનાના સ્પેશયલ ઓપરેશન કમાન્ડનું કહેવું છે કે, દવા વિકસાવવા પાછળનો ઈરાદો સૈનિકોની ક્ષમતા વધારવાનો છે. જે વધતી જતી વય સાથે ઓછી થતી જાય છે.
આ દવાનો ઉપયોગ સૈનિક અને આમ જનતા માટે પણ કરવામાં આવશે. દવાથી સૈનિકોના કે સામાન્ય માણસોના ઘા જલ્દી રુઝાઈ જશે. દવામાં ન્યૂટ્રાસ્ટિકલ્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં પોષક તત્વો અને ખનિજો હોય છે.