WHO ની ચીફ સૌમ્યા સ્વામીનાથને ભારત બાયોટેકની કોવેક્સિનને અસરકારક માની છે. તેઓએ કહ્યું કે આ વેક્સિનની એફિશિયન્સી ઘણી વધારે છે.
કોવેક્સિન લીધી હોય તેમના માટે મોટા સમાચાર
આ વેક્સિનની એફિશિયન્સી ઘણી વધારે
ભારત બાયોટેકની કોવેક્સીનને અસરકારક
ભારતમાં કોરોના વેક્સિનનું કામ ઝડપથી કરાઈ રહ્યું છે ત્યારે આ સમયે ભારતની વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. WHO ની ચીફ સૌમ્યા સ્વામીનાથને ભારત બાયોટેકની કોવેક્સીનને અસરકારક માની છે.
તેઓએ કહ્યું કે આ વેક્સિનની એફિશિયન્સી ઘણી વધારે છે.
WHO ની ચીફ સૌમ્યા સ્વામીનાથને ભારત બાયોટેકની કોવૈક્સીનને અસરકારક માની છે. તેઓએ કહ્યું કે આ વેક્સિનની એફિશિયન્સી ઘણી વધારે છે. તેઓએ કહ્યું કે 23 જૂનના રોજ પ્રી સબમિશન બેઠક થઈ હતી અને તેમાં આ વેક્સિન પ્રાફાઈલ અત્યાર સુધીના ડબલ્યૂએચઓના માનકોને પૂરા કરી રહી છે.
WHO ની ચીફ સૌમ્યા સ્વામીનાથને આપી આ મોટી જાણકારી
તેઓએ કહ્યું છે કે કોવેક્સિનના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા સારો રહ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટના વિરોધમાં આ વેક્સિન ઓછી અસર કરશે પણ આ સારી છે. તેઓએ કહ્યું કે અમેરિકા સિવાય મોટાભાગના હિસ્સામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને મોતની સંખ્યામાં કોઈ ખામી આવી રહી નથી. સ્વામીનાથને કહ્યું કે ભારતે ઓછામાં ઓછા 60-70 ટકા આબાદીને પ્રાથમિક વેક્સિનેશનનો સુઝાવ આપ્યો છે. તેઓએ કહ્યું કે કોરોનાને ખતમ કરવા માટે તેઓ દરેક પગલા લઈ રહ્યા છે.
કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ આવ્યા સામે
ઉલ્લેખનીય છે કે કોવેક્સિનના ત્રીજા ચરણના ટ્રાયલ સામે આવી ચૂક્યા છે. ભારત બાયોટેકે કહ્યું છે કે તેમને કોવેક્સિનના માટે ફાઈનલ ફેઝ 3ના ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને તેની સાથે કોવેક્સિન કોરોનાના ગંભીર દર્દી માટે અને ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓ પર પણ અસરકારક જોવા મળે છે.