આજથી ૨૧ વર્ષ પહેલા એટલે કે મે ૨૦૦૧ માં છેલ્લે ગુજરાતના કાંઠે વાવાઝોડું આવ્યું હતું.
લક્ષદ્વીપથી ઉદભવેલું આ વાવાઝોડું આવતા સોમ -મંગળવારે ગુજરાતમાં પોરબંદરથી-ભાવનગર વચ્ચે ત્રાટકે તેવી શક્યતા
Gujaratના કાંઠે વાવાઝોડું ટૌકટે આવી રહ્યું છે. આપણા Gujarat ઉપરાંત Maharastra ને પણ વાવાઝોડું મોટી અસર કરે એવી શક્યતા છે. ગુજરાતના કાંઠે વાવાઝોડું આવે તેની નવાઈ નથી, પણ આ વાવાઝોડું મે મહિનામાં આવી રહ્યું છે. મે મહિનામાં વાવાઝોડું આવતું હોય એવી છેલ્લા ૨૧ વર્ષની આ પહેલી ઘટના છે.
આજ થી ૨૦ વર્ષ પેહલા ગુજરાતમાં ARB-01 નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. મે મહિનો ગુજરાતમાં ગરમીનો મહિનો છે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું હોય ત્યારે સામાન્ય રીતે વાવાઝોડા ત્રાટકતા હોય છે.
એઆરબી-૦૧ વાવાઝોડું જયારે ગુજરાતના કાંઠે પહોચ્યું ત્યારે સવ નરમ પડી ગયું હોવાથી ખાસ કઈ નુકસાન થયું ન હતું. જૂન મહિના પહેલા આવે તો તેને પ્રિ-મોન્સુન સાયકલોન, જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં આવે તો તેને પોસ્ટ-મોન્સુન સાયકલોન કહેવામાં આવે છે. અરબ સાગરમાં સર્જાતા વાવાઝોડા સામાન્ય રીતે પશ્ચિમ તરફ ફંટાઈ જતાં હોય છે.
૧૯૯૯ થી લઇ ને આજ સુધી મે મહિનામાં કુલ ૧૭ વાવાઝોડા સર્જાયા છે, પરંતુ સમુદ્રમાં જ વિલીન થઇ જાય છે, કાંઠા સુધી પહોચ્યા ન હતા. અને આ ટૌકતે પહેલું વાવાઝોડું છે, જે કાંઠા તરફ ધસમસતું આગળ વધી રહ્યું છે. 1999થી આજ સુધીમાં ઓક્ટોબરમાં ૨૩
અને નવેમ્બરમાં ૨૦ વાવાઝોડા સર્જાયા છે.
આ વાવાઝોડા નો રસ્તો જ કૈક અલગ છે. ટૌકતનું સર્જન લક્ષદ્વિપ પાસે થયુ છે. ત્યાંથી એ સીધું કાંઠે થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. જોકે અત્યારે વાવાઝોડાની અસર હેઠળ કેરળના કાંઠે ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી સોમ-મંગળવાર દરમિયાન ગુજરાતમાં એ ભાવનગરથી પોરબંદર વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે.
આ વાવઝોડું કાંઠે પહોચે ત્યાં સુધીમાં ૧૧૮ થી ૧૬૫ km ની ગતિ પણ પહોચવાની શક્યતા છે. ભારે પવન અને સાથે અનારાધાર વરસાદ પડશે તો કાંઠા વિસ્તારમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ શકે છે. કેરળથી ગુજરાત સહિતના કાંઠા વિસ્તારને હાઈ-એલર્ટ પર રહેવા હવામાન નિષ્ણાતોએ ભલામણ કરી છે.
એક બાજુ NDRF ની ઘણી ટીમો દરિયાકાંઠે તૈનાત પણ થઇ ગઈ છે. અત્યારે પોરબંદર અને ભાવનગરના માછીમારોને દરિયો ના ખેડવાની પણ સલાહ છે.