ગાઝી પટ્ટી પર 111 લોકોના મોત અત્યાર સુધીમાં થઇ ગયા છે. 7 મે થી ચાલી રહેલી Israel અને Palestine વચ્ચે હિંસક ઘટનાએ હવે યુધ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
હમાસ પર ઇઝરાયલે માત્ર ૪૦ મિનીટ માં ૪૫૦ મીસાયલો ચલાવી.
રાષ્ટ્રજોગ પ્રવચનમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું સંબોધન આપ્યું.
ઘણા દેશો ની અપીલ બાદ પણ Israel અને Palestine વચ્ચે ચાલી રહેલ યુધ્ધ બંધ થતું નથી . ગત રાત્રીએ ૪૦ મિનીટ માં ૪૫૦ મિસયાલો ઇઝરાયલે હમાસ પર ચલાવી. જેમાં હમાસની ૧૫૦ થી વધુ જગ્યાને નિશાના રૂપ ટાર્ગેટ કરી અને ઘણું બધું નુકશાન કર્યું . ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે માહિતી આપતા કહ્યું કે આ અમારી અત્યાર સુધી ની સૌથી મોટી મિસાઈલ વર્ષા છે. આ હુમલા દ્વારા તેને હમાસ ની સુરંગોને નસ્ટકરી નાખી છે . હમાસ દ્વારા છોડાયેલા રોકેટો એ ઇઝરાયલના આયરન ડોમ એરિયલ સિસ્ટમ દ્વારા આકાશમાં જ તોડી પડયા હતા અને ઇઝરાયલ પોતાની મિસાઇલ દ્વારા મોટી સંખ્યા માં બિલ્ડીંગો તોડી નાખી હતી.
ઇઝરાયલની સેનાના આ હુમલામાં અત્યાર સુધીમાં ગાઝી પટ્ટી પર 111 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 31 બાળકો અને 19 મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર દિવસમાં આ મૃત્યુ થયા છે. જ્યારે ઈઝરાયલમાં આઠ નાગરિકોના મોત થયા છે. ઇઝરાયલને પણ નુકશાન થયું છે. ગાઝીના હેલ્થ મિનિસ્ટ્રીના કહ્યા મુજબ 800 થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રજોગ પ્રવચનમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું સંબોધન
ગાઝામાં હુમલાના અવાજો પણ સંભળાયા હતા. જે ઈમારતોને નિશાન બનાવાયા હતા ત્યાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતા. રાષ્ટ્રજોગ પ્રવચનમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે હમાસ અને નાના ઈસ્લામિક જેહાદી ચરમપંથી જૂથોએ કિંમત ચુકવી છે. તેઓ આ આક્રમકતાની મોટી કિંમત ચૂકવશે. તેમને આવો દાવો કર્યો હતો કે ઇઝરાયલે ઘણા ચરમપંથીઓને હણી નાખ્યા છે. અને તેમણે બધા ઠેકાણાને નષ્ટ કરી નાખ્યા છે. અમેરિકા, ફ્રાંસ અને બ્રિટિશના રાષ્ટ્રપતિઓએ બંને દેશોને શાંતિની અપીલ કરી છે.