Google પોતાના અલગ અલગ ફીચર્સ ધીમે ધીમે કસ્ટમર ને આપી રહ્યું છે. Google એ તાજેતર માં જ International Money Transfer ફીચર લોન્ચ કર્યું છે. આ જ ફીચર માટે Google એ Wise અને Western Union Co ની સાથે પાર્ટનરશિપ કરી છે. આ ફીચર થી હવે US યુઝર્સ, India અને Singapore ભારતમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે.
Google Pay ની મદદ થી અમેરિકન યુઝર્સ હવે ભારત અને સિંગાપુર ના એપ યુઝર્સને પૈસા સેન્ડ કરી શકશે. કંપની તેને હજુ Wise સાથે મળીને અન્ય 80 દેશોમાં આવનારા સમયમાં ઉપલબ્ધ કરાવશે. આ સિવાય આ વર્ષના અંત સુધી Western Union સાથે મળીને બીજા દેશોમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
૪૭૦ અરબ ડોલરના મની ટ્રાન્સફરમાં Google ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહી છે.
૪૭૦ અરબ ડોલરના મની ટ્રાન્સફરમાં Google ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવી રહી છે. London ની કંપની WISE ને ૨૦૧૧ માં લોન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફરને સસ્તું અને સરળ બનાવવાનું છે.
ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફરમાં Western Union માર્કેટ લીડર બન્યું છે. જેનોનું ગ્લોબલ નેટવર્ક ફિઝિકલ લોકેશન પર પણ ફેલ થયું છે. આ બંને કંપનીઓની પાર્ટનરશિપ હવે Google Pay ની સાથે થઇ છે. Google Pay પાસે 40 દેશોના 150 મિલિયન યુઝર્સ છે.
મની ટ્રાન્સફરમાં અંદાજીત 2019થી 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો
કોરોના ના લીધે ડીજીટલ પેમેન્ટ વધ્યું. અને તેજી પણ આવી.અંદાજિત મની ટ્રાન્સફરમાં 2019થી 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. Google એ કહ્યું કે, કોવિડથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અમે લોકો પણ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ફોકસ કરી રહ્યાં છીએ.
ધ્યેય પણ Wise અને Western Union સાથે મળીને આ ફીચરને સપોર્ટ કરનારા દેશોમાં શરૂ કરવાનો છે. Ant Group, Samsung Electronics Co, Apple Inc and PayPal Holdings Inc પણ મોબાઇલ વોલેટ ઓફર કરે છે. હવે આ ફીચારના લોન્ચ બાદ Google Pay આગળ થઇ ગયું છે.