Gujarat Government એ હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ ને વિદ્યાર્થી ઓના વ્યાપક હિતમાં ધોરણ-10 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ-10 ના રેગ્યુલર વિદ્યાર્થીઓ ને પરીક્ષા વગર જ પાસ કરી ને ઉપલા વર્ગ માટે માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. ધોરણ-10 માસ પ્રમોશન ના નિર્ણય ને લઇ ને અમુક વાલીઓ ચીંતીત છે.
ધો.10 માસ પ્રમોશન લઈને ઘણાખરા વાલીઓ અને વિદ્યાર્થી નું માનવાનું એવું થાય છે કે, “વિદ્યાર્થી ના મૂલ્યાંકન માટે પરીક્ષા હોઈ જરૂરી છે” આ વાત માં મુખ્ય મૂંઝવણ તો આ છે કે ધોરણ-11 માં સારી સ્કૂલ માં ક્યાં આધાર પર પ્રવેશ મળશે?
ક્યાં વિદ્યાર્થી માં કેટલી ક્ષમતા છે તેનો પરિચય કઈ રીતે થશે? .ધોરણ-10 માસ પ્રમોશન થી બધા વિદ્યાર્થીઓ પાસ થશે તો બધા વિદ્યાર્થીઓ ના પ્રવેશ ક્યાં અને કેવી રીતે થશે? ધોરણ-11 માં કઈ વિદ્યા શાખામાં કેવીરીતે પ્રવેશ મળશે? આ બઘી મૂંઝવણ ઉભી થઇ રહી છે.
અને વધુ માં જણાવીએ તો વાલીઓ એ ફી પરત કરવા માટે ની પણ માંગ કરી છે. ગુજરાત બોર્ડ પરિક્ષા ફી અને સ્કૂલ ફી 50 ટકા પરત આપવી જોઈએ.
જણાવી દઇએ કે, ગુજરાતમાં ધોરણ-10માં 8.53 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ તમામને માસ પ્રમોશન મળતા લાંબા સમયથી પરીક્ષા સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને ગતવર્ષે ધોરણ-9માં પણ માસ પ્રમોશન મળ્યુ હતુ.
આથી વ્યાપક સ્તરે આરોગ્યના હિતને ધ્યાને રાખીને નિર્ણય કર્યો છે. 1276 સરકારી, 4325 ગ્રાન્ટેડ, 4341 સેલ્ફ ફાઈનાન્સ અને અન્ય 45 મળીને રાજ્યમાં કુલ 10,977 schools માં ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યાનું જણાવતા શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યુ કે, ધોરણ 10 અને 12 માટે 10મી મેથી 25મી મે સુધી યોજનારી બોર્ડ પરીક્ષાઓ મોકૂફ કરવાનો નિર્ણય અગાઉ 15 એપ્રિલે જ કરી દેવાયો હતો.
દર વર્ષની સરખામણીમાં આ વખતે અઢી લાખથી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવવાનો હોય ધોરણ 11ના વર્ગોની સંખ્યામાં વધારો કરવો પડશે અથવા તો વર્ગમાં 60 સંખ્યાના નિયમમા ફેરફર કરવો પડશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10ના સાડા આઠ લાખ કરતા વધુ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે ધોરણ 10 પછી રાજ્યના અંદાજે 25 થી 30,000 જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે ડિપ્લોમા અને આઈ.ટી.આઈ માં એડમિશન લેતા હોય છે.