હજુ તો આખુ વિશ્વ કોરોનામાંથી બહાર આવ્યું નથી ત્યા દેશમા એક નવા Virus એ એન્ટ્રી મારી છે. આ Virus છે નોરોવાયરસ. કેરળના વાયનાડ જિલ્લામા હાલ આ Virusના કેસોની પુષ્ટિ થઈ છે. આ કેસોની પુષ્ટિ થયા બાદ કેરળ સરકારે કહ્યું હતું કે, લોકોએ આ ચેપી Virus સામે સતર્ક રહેવાની જરૂર છે.
આ સંક્રમણથી પીડિત વ્યક્તિને ચેપ, ઊલટી અને ઝાડાની સમસ્યા થવા લાગે છે. આ Virus દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે.
નવો Virusએ કર્યો પ્રવેશ :
હાલ, વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડની એક પશુ ચિકિત્સા મહાવિદ્યાલયના લગભગ 13 વિદ્યાર્થીઓમા બે અઠવાડિયા પહેલા એક દુર્લભ નોરોવાયરસ સંક્રમણ અંગેની માહિતી મળી હતી. જોકે, આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામા આવી ચુકી છે. તેમણે જણાવ્યુ હતુ કે, તે આ સમસ્યાના નિવારણના ભાગરૂપે જાગૃતિ ઝુંબેશ હાથ ધરવા ઉપરાંત પશુ ચિકિત્સા વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ડેટા એકત્રિત કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ રીતે Virus કરી રહ્યો છે પગપેસારો :
કોરોના Virus જેવો જ નોરોવાયરસ પણ ચેપી સંક્રમણ છે. આ સંક્રમણ ઝાડા, ઊલટી, ઉબકા અને પેટમાં દુ:ખાવો થવા પાછળ જવાબદાર છે. મળતી માહિતી મુજબ આ સંક્રમણ ચેપગ્રસ્ત લોકો અથવા દૂષિત સપાટીઓનો સંપર્ક દ્વારા સરળતાથી ફેલાઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે તેને ‘શિયાળાની ઊલટીનો બગ’ ગણાવ્યો છે.
અધિકારીઓએ કર્યુ જગ્યાનુ નિરીક્ષણ :
પશુ ચિકિત્સા કોલેજના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, કેમ્પસની બહાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ આ સંક્રમણ જોવા મળ્યુ હતુ. સ્વાસ્થ્ય અધિકારીઓએ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના નમૂનાઓ એકત્રિત કર્યા હતા અને પરીક્ષણ માટે અલાપ્પુઝાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી)માં મોકલ્યા હતા. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી વીના જ્યોર્જે અહી આરોગ્ય અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને વાયનાડની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આરોગ્ય વિભાગની એક રજૂઆત મુજબ મંત્રીએ અધિકારીઓને Virusના ફેલાવાને અટકાવવા માટેની પ્રવૃત્તિઓ તેજ બનાવવા નિર્દેશ આપ્યો હતો.
આ રીતે બને છે Virus :
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમયે Virus વિશે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી પરંતુ, દરેક વ્યક્તિએ સતર્ક રહેવાની સખત જરૂર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘સુપર ક્લોરિનેશન‘ સહિતની નિવારક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સુપર ક્લોરિનેશન એ પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા છે જેમાં પાણી પુરવઠામાં વધારાની માત્રામાં ક્લોરિન ઉમેરવાથી ટૂંકા ગાળામાં રાસાયણિક પ્રક્રિયાઓ અથવા જંતુનાશકોને ઝડપી બનાવે છે.
Swiss Bank નો મોટો નિર્ણય :ભારતમાં રિયલ એસ્ટેટની મોટી હસ્તીઓ ના નામ જાહેર કરશે
સાફ પાણી છે ખુબ જ જરૂરી :
આ સંક્રમણમાંથી બચવા માટે પાણીના સ્ત્રોત સ્વચ્છ હોવા જોઈએ અને સાથે જ યોગ્ય નિવારણ અને સારવારથી આ બીમારી ઝડપથી મટાડી શકાય છે. દરેક વ્યક્તિને આ બીમારી અને તેના નિવારણના પગલાઓ વિશે જાગૃત રહેવું જોઈએ.