દિવાળીના તહેવારોમાં ભારે ભીડથી કેસો વધતાં તબીબો ચિંતિત
પ્રવાસન-ધાર્મિક સ્થળોએ ભારે ભીડ પછી રાજ્યમાં Corona નું સંક્રમણ વધવાનો વર્તારો
ગુજરાતમાં સતત બીજા દિવસે 40થી વધુ Corona પોઝિટિવ કેસ સામે આવ્યા છે, Corona ના કેસ જે રીતે સતત ઘટી રહ્યા હતા તેની પર બ્રેક લાગી છે, આ બાબતને લઈ અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા ડો. મોના દેસાઈ અને અન્ય તબીબો કહે છે કે, Corona મહામારીમાંથી જાણે કાયમી છુટકારો મળ્યો હોય તેમ લોકો દિવાળીના તહેવારોમાં કોવિડ ગાઈડલાઈનના લીરા ઉડાવી હિલ સ્ટેશન- ધાર્મિક સ્થળોએ ફર્યા છે,
તહેવારોમાં લોકો બેદરકાર રહ્યા તેના કારણે કેસ વધી રહ્યા હોય તેમ લાગે છે, આ સ્થિતિમાં આગામી 15 દિવસમાં સતત કેસમાં ઉછાળો આવે તો ત્રીજી લહેરની શક્યતા લાગે છે, આ દિવસો સરળતાથી નીકળે તે જરૂરી છે, દિવાળીમાં લોકો રાજ્ય અને રાજ્ય બહાર ફરીને આવ્યા છે, પ્રવાસન સ્થળોએ ખૂબ ભીડ જામી હતી એટલે ચેપ વધવાની શક્યતા જોવાઈ રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા સિનિયર તબીબોના કહેવા પ્રમાણે, દેવ દિવાળી સુધી Coronaના કેસમાં સામાન્ય વધારો જોવાય તેવી શક્યતા દેખાય છે, અલબત્ત, નહિવત પ્રમાણમાં જ કેસમાં વધારો દેખાશે, આ તબીબોને આશા છે કે, Corona રસીકરણના કારણે બીજી લહેર જેવી સ્થિતિ નહિ સર્જાય, અત્યારે ધીમે ધીમે કેસ વધવાના શરૂ થયા છે એટલે સ્વભાવિક રીતે ડોક્ટરોની ચિંતા વધી છે, દિવાળીના તહેવારો પહેલાં બજારોમાં ખરીદી માટે ભીડ જામી એ પછી પ્રવાસન સ્થળોએ ભીડ ભેગી થઈ, તેમાં લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કર્યું નથી, વારંવાર અપીલ કરાઈ હતી કે, Corona હજુ ગયો નથી છતાંય મોટા ભાગના લોકોએ અપીલને ગણકારી નહોતી.
આર્યન ખાન કેસ : રેડ પાડી હતી તે NCB અધિકારી જ હવે તકલીફમાં મૂકાયો, થશે આ કાર્યવાહી
લોકો હજુ બહાર ગામ ફરવામાં વ્યસ્ત છે, એ પરત આવે એ પછી કેસમાં ફરી વધારો થઈ શકે તેવી શક્યતા છે, સિવિલના તબીબોના કહેવા પ્રમાણે Corona ની ત્રીજી લહેરની સ્થિતિ દેવ દિવાળી સુધીમાં સ્પષ્ટ થાય તેવો વર્તારો છે.