નકલી Paneer ના કારખાનાનો પર્દાફાશ
આરોગ્ય વિભાગે રેડ પાડીને આરોપીઓને ઝડપી પાડ્યા
રોજનું 15 હજાર કિલો નકલી Paneer બનતું હોવાનો અંદાજ
સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં નકલી પનીરનું કારખાનું ઝડપાયું. જેમા એક મકાનમાં ચાલી રહ્યું આ નકલી પનીર બનાવામાં આવી રહ્યું હતું જે બાબતે આરોગ્યની ટીમને માહિતી મળી હતી.
જેના કારણે છેલ્લા 2 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ પણ વોચમાં હતી અને અંતે તેમણે તે રેડ કરીને આ આરોપીઓને રંગે હાથ નકલી પનીર બનાવતા ઝડપી પાડ્યા હતા.
રોજ 15 હજાર કિલો નકલી Paneer બનતું હતું
નરોલીના એક ઘરમાં પનીર બનતું હોવાની માહિતી બહાર આવી હતી. જે મામલે આરોગ્ય વિભાગે તે મકાનમાં દરોડા કરીને પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે રોજનું અહીયા 15 હજાર કીલો નકલી પનીર બનતું હતું. સમગ્ર મામલે આરોપીઓની પોલીસે અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગંભીર રોગોને આમંત્રણ આપે છે નકલી Paneer
આપને જણાવી દઈએ કે નકલી પનીર ખાવાને કારણે ટાઈફોઈડ, કમળો અને અલ્સર જેવા રોગો પહેલા થઈ શકે છે. સાથેજ તેના કારણે પેટમાં દુખાવો અને માથામાં દુખાવો રહેવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ચામડીમાં પણ બળતરાની સમસ્યા થઈ શકે છે. કારણકે નકલી Paneer દૂધને બદલે હાનિકારક પદાર્થોમાંથી બનાવામાં આવતું હોય છે.
Chinese Ink નો જાદુ, અમદાવાદમાં અસલી નોટથી જ મોટાપાયે ચીટિંગ, ટ્રિક જાણીને ચોંકી ઉઠશો
અસલી Paneer ફાટેલા દૂધમાંથી બનાવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે અસલી પનીર ફાટેલા દૂધમાંથી બનાવામાં આવે છે. જેં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પનીરમાં વિવિધ પોષક તત્વો રહેલા હોય છે. જેના કારણે પનીરને પ્રોટીન અને ચરબીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેમા મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, એનર્જી, કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા હોય છે.