આજના ટાઈમમાં પૈસાના વ્યવહાર માટે 99% લોકો ATM યુઝ કરે છે. પરંતુ ઘણી વખત સાવધાનીપૂર્વક એટીએમનો ઉપયોગ ના કરવાથી ગ્રાહકે એનું પરિણામ ભોગવવું પડે છે. માટે અવાર નવાર બેન્ક પણ પોતાના ગ્રાહકોને ATM સાથે જોડાયેલ જાણકારીને લઇ એલર્ટ કરતી રહે છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર પણ એક ખબર તેજીથી વાયરલ થઇ રહી છે.
એમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાન્જેક્શન પહેલા ATM પર બે વખત ‘cancel’ પ્રેસ કરવાથી પિન ચોરી થતા રોકી શકાય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરાયો છે.
.@RBI द्वारा कथित रूप से जारी एक मैसेज में दावा किया गया है कि ट्रांजेक्शन से पहले एटीएम पर दो बार 'रद्द करें' दबाने से पिन चोरी को रोका जा सकता है#PIBFactCheck:यह मैसेज फ़र्ज़ी है व #RBI द्वारा जारी नहीं किया गया है
▶️अपने ट्रांजेक्शन को सुरक्षित रखने के लिए गोपनीयता बनाए रखे pic.twitter.com/4MlfanJtWJ
— PIB Fact Check (@PIBFactCheck) November 10, 2021
PIB ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી. જ્યારે તેઓએ આ સમાચારની તપાસ કરી તો ખબર પડી કે આ નિવેદન નકલી છે અને તેને આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યું નથી.
એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે એક ખૂબ જ ઉપયોગી ટીપ એટીએમ મશીનમાં કાર્ડ દાખલ કરતા પહેલા ‘cancel’ બટનને બે વાર દબાવો વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે. જો કોઈએ તમારો PIN કોડ ચોરવા માટે કીપેડ સેટ કર્યું હોય તો તે તે સેટઅપને રદ કરશે.
દર મહિને 70 હજારની કમાણી, આવી રીતે SBI ATMની ફ્રેન્ચાઈઝી લઈને કરી શકો છો ઈન્કમ
તમે પણ મોકલી શકો છો ફોટો અને ખબર
PIB Fact Checkની ટીમ સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ એવા દાવાનો તપાસ કરે છે. જો તમને પણ કોઈ ખબર અથવા ફોટા પર સંદેહ હોય તો તમે +91 8799711259 પર વોટ્સએપ કરી શકો છો અથવા [email protected] પર ઈમેલ કરી શકો છો. એ ઉપરાંત ટ્વીટર @PIBFactCheck અથવા ઇન્સ્ટાગ્રામ /PIBFactCheck અથવા ફેસબુક /PIBFactCheck દ્વારા સંપર્ક કરી શકો છો.