જો તમે Netflix, Amazon Prime, Disney+ Hotstar જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ અને DTH સર્વિસનો ઉપયોગ કરો છો, તો તમારે આરબીઆઇના નવા નિયમોને જાણવાની જરૂર છે. જો તમે આ નિયમોની અવગણના કરશો, તો તમારા OTT પ્લેટફોર્મ અને DTH આવતીકાલથી એટલે કે 1 ઓક્ટોબરથી બંધ થઈ શકે છે. રિઝર્વ બેંકે Additional Factor Authentication (AFA) માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ 1 ઓક્ટોબરથી બદલાશે.
1 ઓક્ટોબરથી બંધ થશે ઓટો પેમેન્ટ સર્વિસ
આરબીઆઈના નવા નિયમો 1 ઓક્ટોબર 2021થી સમગ્ર દેશમાં લાગુ થઇ રહ્યા છે. ઘણા લોકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઇ પેમેન્ટથી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ અને ડીટીએચ રિચાર્જ માટે ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરે છે. 1 ઓક્ટોબરથી આરબીઆઈના આદેશને કારણે ઓટો પેમેન્ટ સર્વિસને બંધ કરવામાં આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પેમેન્ટ માટે Additional Factor Authentication (AFA) પ્રોસેસને ઉમેરવામાં આવી છે.
1 ઓક્ટોબરથી અટકી શકે છે ઓટો ડેબિટ પેમેન્ટ!
RBI એ દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાના હેતુથી એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) લાગુ કરવાની સૂચના આપી છે. રિકરિંગ ઓનલાઈન પેમેન્ટમાં ગ્રાહકોના હિતો અને સગવડને ધ્યાનમાં રાખીને તેમને છેતરપિંડીથી બચાવવા માટે AFAનો ઉપયોગ કરીને એક માળખું તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ IBAની અપીલને ધ્યાનમાં રાખીને તેના અમલીકરણની સમયમર્યાદા 31 માર્ચ, 2021થી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી, જેથી બેંકો આ માળખાને લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી શકે.
1 ઓક્ટોબરથી Auto Debit અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટમાં થશે ફેરફારો, જાણો નવા નિયમ
આ છે RBIની નવી ગાઈડલાઈન્સ
RBIના નવા નિયમો અનુસાર, બેંકોએ પેમેન્ટની તારીખના 5 દિવસ પહેલા એક નોટિફિકેશન મોકલવી પડશે, પેમેન્ટને મંજૂરી ત્યારે જ મળશે જ્યારે ગ્રાહક તેની મંજૂરી આપશે. જો રિકરિંગ પેમેન્ટ 5000 રૂપિયાથી વધુ છે તો બેંકોએ ગ્રાહકને વન ટાઇમ પાસવર્ડ (OTP) પણ મોકલવો પડશે. RBIએ આ પગલું ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધું છે.