એલન મસ્કે ભારતમાં વેપાર ધંધા માટે સેવેલી મહત્ત્વાકાંક્ષાને આંચકો લાગ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે અમેરિકા સ્થિત ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની Tesla કંપનીને જણાવી દીધું છે કે કોઈપણ પ્રકારની કરરાહતો વિશે વિચારણા શરૃ થાય તે પહેલાં તે સૌ પ્રથમ ભારતમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનની શરૃઆત કરી દે.
માહિતગાર સૂત્રોનું કહેવું છે કે સરકાર કોઈ ઓટો કંપનીને આવી રાહતો નથી આપતી અને હવે Teslaને જો ડયૂટીના લાભો આપવામાં આવે તો ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરી ચૂકલી અન્ય કંપનીમાં ખોટા સંકેત પહોંચવાની શક્યતા છે.
Tesla કંપની ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યુ છે. Tesla ના સીઇઓએ એલન મસ્કે જુલાઈ મહિનામાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ ઇલેક્ટ્રિક વાહનો માટે હંગામી ધોરણે કરવેરા રાહતો જાહેર થાય તેમ ઇચ્છી રહ્યા છે.
હાલમાં કાર પરની આયાત ડયૂટી ૬૦ થી ૧૦૦ ટકા
હાલમાં સંપૂર્ણપણે તૈયાર થયેલી કારની આયાત કરવા જતાં ૬૦ થી ૧૦૦ ટકા આયાત ભરવાની રહે છે. કારની એન્જિન સાઇઝ, કિંમત, સીઆઇએફ વેલ્યૂ આધારે આ ડયૂટીમાં વધઘટ થતી હોય છે. માર્ગ પરિવહન મંત્રાલયને લખેલા પત્રમાં અમેરિકી કંપનીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક કારની આયાતના કિસ્સામાં અન્ય તમામ માપદંડોને બાજુ પર મૂકીને કરવેરાના દર ૪૦ ટકા કરવામાં આવે.
Ola Electric Scooter ! બુકિંગ શરુ થયાના માત્ર ૨૪ કલાકમાં ૧ લાખથી પણ વધુનું બુકિંગ
તે ઉપરાંત ઇલેક્ટ્રિક કારના કિસ્સામાં ૧૦ ટકાનો સોશિયલ વેલ્ફર સરચાર્જ પણ પાછો ખેંચવામાં આવે. કંપનીએ એવી રજૂઆત પણ કરી હતી કે અન્ય કોઈ કંપની હાલમાં ઇવી કે આઇસીઇ કારનું ઉત્પાદન નથી કરી રહી , તેવા સંજોગોમાં કંપનીએ કરેલી દરખાસ્તથી ભારતની ઓટો કંપનીઓ વિપરીતપણે પ્રભાવિત નહીં થાય.