વધુ એક સિસ્ટમ્સ (Systems) સાથે ભળી જશે, જે ભરપુર વરસાદ લાવશે
વરસાદની તમામ ઘટ પુરી થઇ જશે, સરેરાશ કરતાં પણ વધુ વરસી જાય તો પણ નવાઇ નહિઃ એન.ડી. ઉકાણી
ગઇકાલથી મેઘરાજા ઝમાઝમ વરસી રહયા છે. તો રાજકોટ ઉપર તો આજે સવારથી સિસ્ટમ્સ (Systems) બ્રેક થઇ ગઇ છે. એકધારો ચાલુ છે. દરમિયાન આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટશ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર ઉપર હવાનું હળવુ દબાણ સર્ર્જાયુ છે. જયારે ઓરીસ્સા ઉપર ડ્પ્રિેશન બન્યુ છે જે મધ્ય ભારત ઉપર આવશે ત્યારે હવાનું હળવુ દબાણ બનશે. આ સિસ્ટમ્સ (Systems) સૌરાષ્ટ્ર ઉપર આવશે ત્યારે એ હાલની સિસ્ટમ્સ (Systems) સાથે ભળી જશે. જેની અસરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ પડશે. વેધરએકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવેલ કે બંગાળની ખાડીમાં એક પછી એક મજબુત સિસ્ટમ્સ (Systems) બની રહી છે. જેથી દિવસેને દિવસે વરસાદનું જોર વધતુ જોવા મળશે. મોનસુન ટ્રેન્ડ ફેવરેબલ છે આ આખો મહિનો એટલે સમગ્ર સપ્ટેમ્બર માસમાં વરસાદનો ધમધમાટ જોવા મળશે.
વરસાદ અને વીજળી થતી હોય તે દરમ્યાન Selfie લેવાથી તમારો જીવ જઈ શકે છે જાણો તેનું કારણ
આ વખતે ભલે ઓગષ્ટ સુધી વરસાદ ઓછો પડયો. જન્માષ્ટમીથી સિસ્ટમ્સ (Systems) બનવાની શરૂઆત થઇ ગઇ જે આ મહિનાના પ્રારંભથી જ દે ધનાધન શરૂ થઇ ગયો હતો. આગામી દિવસોમાં ચોમાસાની ઘટ પુરી થઇ જાય તેવી પુરેપુરી શકયતા છે. સરેરાશ કરતાં વધુ વરસાદ પડી જાય તેવી હાલના અનુમાન મુજબ પુરેપુરી સંભાવના છે.