આઇપીએલ 2021 ની 47 મી મેચ ખુબ જ રસપ્રદ હતી. એક તો આ મેચ હાઈ સ્કોરિંગ અને ટક્કરની રહી હતી અને બીજું આ મેચમાં એક એવી ઘટના બની કે જે જાણીને થોડા સમય માટે તમારું પણ મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. Allrounder ની
મેચ દરમિયાન બનેલી આ ઘટના જોઈને ખેલાડીઓ સાથે ચાહકો પણ હસી પડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના Allrounder એ વિશ્વનો સૌથી મોટો નો-બોલ ફેંક્યો હતો. તે જ સમયે, સ્ટ્રાઈક પર આવેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેને પણ હાર ન માની. તે શોટ મારવા માટે બીજી પીચ પર દોડ્યો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડની સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા હતા. આ લક્ષ્ય નો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.3 ઓવરમાં 3 વિકેટે 190 રન બનાવ્યા હતા અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડના Allrounder સેમ કુરાને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે 17 મી ઓવર ફેંકી હતી. તેના પહેલા બોલ પર શિવમ દુબેએ એક રન લીધો અને ગ્લેન ફિલિપ્સને સ્ટ્રાઈક આપી. ડાબોડી બોલર સેમ કુરન દોડતો આવ્યો અને બોલ ફેંકી રહ્યો હતો પરંતુ, બોલ કદાચ તેના હાથમાંથી સરકી ગયો અને ફિલિપની જમણી બાજુએ ખૂબ જ ઊંચો અને દૂર ગયો.
કોરોનાનું નવું રૌદ્ર સ્વરૂપ, COVID-22 ને લઈને વૈજ્ઞાનિકોમાં ફેલાયો ભય….
બેટ્સમેન ગ્લેન ફિલિપે પણ હાર ન માની અને શોટ મારવા માટે બીજી પીચ પર દોડ્યો. જોકે, બોલ તેના બેટમાં ના આવ્યો.અમ્પાયરે નો બોલનો સંકેત આપ્યો. આ પછી ફિલિપ્સ અને સેમ બંને હસવા લાગ્યા. ખાસ વાત એ છે કે ગ્લેન ફિલિપ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આ મેચથી જ આઈપીએલમાં ડેબ્યુ કર્યુ હતુ. તે આ ઘટના પહેલા ત્રણ બોલ પર ક્રિઝ પર આવ્યો હતો. એટલું જ નહીં, આ ઘટના બની ત્યાં સુધીમાં 2 બોલ રમાઈ ચૂક્યા હતા અને તેમનું ખાતું પણ ખુલ્યું ના હતુ.
— No caption needed (@jabjabavas) October 2, 2021
કદાચ આ જ કારણ હતું કે, તે પોતાનું ખાતું ખોલવા માટે બીજી પીચ પર શોટ મારવા દોડ્યો. જોકે, ફિલિપ્સે તે પછીના બોલ પર બાઉન્ડ્રી મારીને તેનું ખાતું ખોલાવ્યું. તેણે ઓવરના છેલ્લા બોલે સિક્સર પણ ફટકારી હતી.મેચમાં ગ્લેન ફિલિપ્સનાં પ્રદર્શનની વાત કરીએ તો તેણે 8 બોલ રમ્યા અને એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા. તે જ સમયે સેમ કરને 4 ઓવરમાં 55 રન આપ્યા અને એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા.