Rave Party : શરાબ-ડ્રગ્સ, મ્યુઝિક, ડાન્સ સાથે રાતભર રંગરેલી
રેવ પાર્ટી એટલે શું?
– રેવ પાર્ટી (Rave Party) એટલે રાતભર મ્યુઝિક અને ડાન્સની ધમાલ સાથે ચાલતી પાર્ટી. મ્યુઝિક અને ડાન્સની ધમાલ વચ્ચે દારૂ અને અનેક જાતનાં કેફી દ્રવ્યોનું સેવન કરવા માટે ડઝનબંધ (અને ક્યારેક સેંકડો) યુવક-યુવતીઓ ભેગાં થાય છે.
– રેવ પાર્ટી એકાંત વિસ્તારોમાં યોજાતી હોય છે.
Rave Partyનું સ્થળ દરિયાકિનારો કે જંગલ જેવી સૂમસામ જગ્યા પણ હોઈ શકે
– Rave Partyમાં દારૂ અને છોકરા છોકરીઓ એક સાથ ભેગાં થાય એટલે આવુ કહી શકાય છે શરાબ અને શબાબ એક સાથે એટલે કે મામલો સે કસ સુધી પહોંચવાની પૂરી શક્યતા રહે છે. રેવ પાર્ટીમાં ઘણાં છોકરાઓ છોકરીઓ માત્ર હાર્ડ ડ્રિંક એટલે કે આલ્કોહોલ લેતાં હોય છે. તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય એવું બનતું હોય છે, પણ ડ્રગ્સનું સેવન કર્યા પછી મોટા ભાગનાં યુવક-યુવતીઓ ટ્રાન્સના સ્ટેજમાં પહોંચી જતાં હોય છે.
– સામાન્ય રીતે રેવ પાર્ટી મુંબઈ, પૂણે, બેંગ્લોર જેવાં શહેરોથી થોડે દૂર એકાંત જગ્યામાં યોજાતી હોય છે. રેવ પાર્ટીનું સ્થળ દરિયાકિનારો હોઈ શકે, અંતરિયાળ ફાર્મહાઉસ હોઈ શકે કે જંગલ જેવી સૂમસામ જગ્યા હોઈ શકે. રેવ પાર્ટી ના રસિયાઓ માટે ગોવા સ્વર્ગ સમાન ગણાય છે. સૌથી વધુ રેવ પાર્ટીઝનાં આયોજન ગોવામાં થાય છે.