ટેક જાયન્ટ કંપની એપ્પલે હાલમાં જ ફેકસ્પોટ કરીને એક એપ્લિકેશનને પોતાના એપ સ્ટોર પરથી હટાવી લેતાં ચર્ચાએ જોર પક્ડયું છે. આ એપ્લિકેશન યુઝર્સને Amazon પર ફેક રિવ્યૂ અંગે જાણકારી આપતી હતી. અને Amazon ના કહેવા બાદ એપ્પલ દ્વારા આ એપ્લિકેશનને રિમુવ કરવામાં આવી છે. આ એપ્લિકેશનને હજુ મંડ એક મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી. અને દોઢ લાખથી પણ વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી હતી.
આ એપ્લિકેશનની ખાસિયત એ હતી કે Amazon પર ફેક પ્રોડક્ટ રિવ્યૂને ફિલ્ટર કરવી અને તેને હાઈડ કરી દેવી હતી. એક રિપોર્ટ મુજબ Amazon એ કહ્યું હતું કે, તે એ વાતથી ચિંતામાં છે કે કેવી રીતે ફેકસ્પોટ એપની નવી અપડેટ તેની વેબસાઈટને વગર મંજૂરીએ રેપિંગ કરી રહી હતી અને એમેઝોનનો કસ્ટમર ડેટા ચોરી કરવા માટે સૈદ્ધાંતિક રીતે તેનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય છે.
વગર કાંઈ કહે અચાનક હટાવી દીધી એપ
ફેકસ્પોટના ફાઉન્ડર સઉદ ખલીફાએ જણાવ્યું કે, એપ્પલે કોઈ સ્પષ્ટીકરણ આપ્યા વગર તેની એપને એપ સ્ટોર પરથી હટાવી દીધી હતી. એપ્પલે પણ પુષ્ટિ કરી છે કે તેણે એપને હટાવી દીધી છે.
એપ હટાવવા માટે એમેઝોનએ અપનાવ્યા આ હથકંડા
એમેઝોન એ દાવો કર્યો છે કે એપ દ્વારા કોઈ ઈન્જેક્ટ કરાયો છે જે યુઝર ડેટાને ખતરામાં મુકે છે. સાથે જ ગ્રાહકને વિક્રેતાઓ અંગે ભ્રામક જાણકારી આપે છે. એમેઝોન એ પુષ્ટિ કરી કે તેણે એપ્પલને ગાઈડલાઈન 5.2.2 હેઠળ એપને હટાવવા માટે કહ્યું હતું. જે ડેવલપર્સની મંજૂરી વગર થર્ડ પાર્ટી કન્ટેન્ટને ઉપયોગ કરવાથી રોકે છે.
Amazon એ એપ સ્ટોરમાં ફેકસ્પોટ કીવર્ડ માટે સર્ચ રિઝલ્ટ ખરીદ્યા
ફેકસ્પોટ ડેવલપર્સે જણાવ્યું કે, યુઝર્સને એપ સર્ચ કરવાથી રોકવા માટે એમેઝોન એ એપ સ્ટોરમાં ફેકસ્પોટ કીવર્ડ માટે સર્ચ રિઝલ્ટ ખરીદ્યા છે. એપ સ્ટોરમાં ફેકસ્પોટનું સર્ચ હવે એમેઝોન ઓફિશિયલ એપને લિસ્ટમાં સૌથી પહેલા બતાવે છે.