નોકરી ન કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ
દર મહિને થશે 50 હજારની કમાણી
માત્ર 4 લાખમાં શરૂ કરો સાબુ (Soap)નો બિઝનેસ
અમે વાત કરી રહ્યા છીએ સાબુ (Soap) ના બિઝનેસની. સાબુ (Soap) ની હમેશાં ડિમાન્ડ રહે છે. સાબુ (Soap)નો બિઝનેસ એક એવો બિઝનેસ છે જેને માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરી શકો છો. આમાં તમને 80 ટકા લોન પણ મળી શકે છે. સાબુ (Soap) બનાવવાની ફેક્ટરી લગાવવામાં 4 લાખનો ખર્ચ આવે છે. ચાલો તમને જણાવીએ તે કેવી રીતે આ શરૂ થાય છે. સાબુ (Soap)નો બિઝનેસ કરવા માટે તમારે કઇ કઇ વસ્તુની જરૂર પડશે.
1 લાખમાં આવી જાય છે મશીનો અને બીજો સામાન
આ યૂનિટને લગાવવા માટે તમને કુલ 750 સ્કેવર ફુટના એરિયાની જરૂર પડશે.
એમાં 500 સ્કેવર ફીટ કવર્ડ અને બાકીના અનકવર્ડ હશે. એમાં મશીનો સહિત કુલ 8 ઇક્વિપમેન્ટ લાગશે. મશીનો અને એને લગાવવાનો ખર્ચ 1 લાખ રૂપિયા થશે. સાત મહિનામાં તમે સાબુ (Soap) બનાવવાના બિઝનેસની બધી પ્રોસેસ પૂરી કરીને પ્રોડક્શન શરૂ કરી શકો છો. એક રિપોર્ટ અનુસાર એક વર્ષમાં આશરે 4 લાખ કિલોનું પ્રોડક્શન કરી શકશો જેની કુલ વેલ્યૂ આશરે 47 લાખ હશે. ખર્ચ અને અન્ય લેણા બાદ કરતાં તમને 6 લાખ રૂપિયાનો વાર્ષિક પ્રોફિટ થશે.
મળી શકે છે 80 ટકા સુધીની લોન
આ બિઝનેસ માટે તમને 80 ટકા સુધીની પણ મળી શકે છે લોન આ કામમાં મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારી મોટી મદદ કરી શકે છે. મુદ્રા યોજના હેઠળ તમે માત્ર લોન નહીં પરંતુ બિઝનેસનો પૂરો પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકો છો.
કુલ ખર્ચમાં તમારે આપવા પડશે આટલા પૈસા
આ પૂરા સેટઅપને લગાવવામાં કુલ 1530000 રૂપિયાનો ખર્ચ આવશે. એમાં જગ્યા મશીનરી 3 મહિનાનો વર્કિંગ કેપિટલ સામેલ છે. એમાંથી માત્ર 382000 રૂપિયા ખર્ચ કરવા પડશે. કારણ કે બાકીના પૈસા તમને બેંકથી લોન તરીકે મળી જશે.
આવી રીતે મેળવો પ્રોજેક્ટ રિપોર્ટ
જો તમે આ બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો તમને એના માટે પૂરી જાણકારી https://www.mudra.org.in/ પર મળી જશે. લોન તમને કોઇ પણ સરકારી અથવા પ્રાઇવેટ બેંકથી મળી જશે.