– રાહુલ ગાંધીની ટ્વીટ બાદ બંને દેશએ કરી સ્પષ્ટતા
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં પહેલા જેવી હૂંફ હવે નથી રહ્યા, આવી વાતો છેલ્લા કેટલાય વર્ષોથી કહેવામાં આવી રહી છે. બુધવારે અચાનક સમાચાર આવ્યા કે બંને દેશો વચ્ચે યોજાનારી વાર્ષિક બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. ત્યાર બાદથી જ અનેક અટકળો શરૂ થઇ ગઈ હતી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને મોદી સરકારને આડે હાથ લીધી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું છે કે રશિયા ભારતનો મહત્વનું મિત્ર રાષ્ટ્ર છે. પરંપરાગત સંબંધોમાં નુકશાન પહોંચાડવું આપણી દૂરદર્શિતાનો અભાવ છે અને તે ભવિષ્ય માટે ઘાતક બની શકે છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ બંને દેશો તરફથી સત્તાવાર નિવેદનો કરવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું જે કોવિડ 19 મહામારીને કારણે આ બેઠક રદ્દ કરવામાં આવી છે. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલય કુદાશૅવએ કહ્યું છે કે ભારત અને રશિયાના સંબંધો ગતિશીલ છે.
20 વર્ષોમાં પહેલીવાર ટળી બેઠક
પુતિન મેં 2000માં રશિયાના રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારથી ભારત-રશિયા વચ્ચે દરવર્ષે બેઠક થાય છે. આ પહેલી વાર એવું થઇ રહ્યું છે કે આ વાર્ષિક બેઠક ટાળવામાં આવી છે. ઘણા લોકો કોરોના મહામારીનો તર્ક આપતા કહી રહ્યા છે કે આ બેઠક વર્ચ્યુઅલ પણ કરી શકાતી હતી. આ લોકો બંને દેશોના તર્ક સાથે સહમત નથી. તાજેતરના દિવસોમાં પીએમ મોદી અનેક વર્ચ્યુઅલ આંતરરાષ્ટ્રીય સમિટમાં સામેલ થયા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી
વાર્ષિક બેઠક ટળવા પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પણ નિવેદન જાહેર કરી સ્પષ્ટતા કરી કહ્યું કે, વાર્ષિક બેઠક રદ્દ કરવાનો નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવ્યો છે. તેને લઈને કોઈ પણ પ્રકારની અટકળ ભ્રમિત કરનારી છે અને પાયાવિહોણી છે. બંને દેશોના સંબધો અત્યંત મહત્વના છે અને તેને લઈને કોઈ પણ પ્રકારના ખોટા સમાચાર ફેલાવવા એક બેજવાબદારી ભર્યું વલણ ગણી શકાય.
ચીન વિરોધી નીતિ માટે ભારત એક મોહરું
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલય કુદાશૅવએ જણાવ્યું છે કે, અમે બેઠકની નવી તારીખોને લઈને સંપર્કમાં છીએ. અમે એ વાતને લઈને નિશ્ચિંન્ત છીએ કે ટૂંક સમયમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે.
IPL 2021 / PBKSvsMI: મુંબઈને હરાવી આજની મેચમાં ‘કિંગ’ બન્યું પંજાબ, રોહિતની કેપ્ટન્સ ઇનિંગ એળે ગઈ